Last Updated on March 16, 2021 by
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આખરી ત્રણ ટી20 પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત મોડી રાત્રે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ) દ્વારા કરાતા નાગરિકોના એક બહોળા વર્ગે રાહતની લાગણી અનુભવી છે. કેમકે એક તરફ કોરોનાના કેસો વધતા જાય છે અને રાજ્ય સરકાર દ્વારા મેચ જોવા ભેગા થતાં 70,000થી વધુ પ્રેક્ષકોની ભીડ તેમજ ખાણીપીણીના લીધે આગામી દિવસોમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવો ભય સેવાતો હતો.
પ્રેક્ષકોની ભીડ તેમજ ખાણીપીણીના લીધે આગામી દિવસોમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાય તેવો ભય
બીજી વિસંગતતા એ પણ હતી કે સરકાર અને કોર્પોરેશન દ્વારા કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે મોડી રાત્રિ કરફ્યુ તો અમલમાં હતો જ, પણ ફૂડ કે ટી પાર્લર પર આઠ દસ નાગરિકો ભેગા થયા હોય તો પણ પોલીસ તેઓને ડંડા મારી આ ખાણીપીણીના જોઇન્ટ્સ, રેસ્ટોરા સીલ કરતા હતા. આ ઉપરાંત થિયેટરો, લગ્ન સમારંભ, અંતિમ ક્રિયાથી માંડી નાની અમથી ભીડ ભેગા કરવા માટેના પણ કડક નિયમનો જારી છે.
થિયેટરો, લગ્ન સમારંભ, અંતિમ ક્રિયાથી માંડી નાની અમથી ભીડ ભેગા કરવા માટેના પણ કડક નિયમનો જારી
માસ્ક વગર જો કોઈ રાહદારી દેખાય તો તેના પર ભારે દંડ ફટકારવામાં આવતો હતો. તેની સામે મોટેરા સ્ટેડિયમમાં સીત્તેર હજારથી વધુ પ્રેક્ષકો માસ્ક વગર એકબીજાની લગોલગ બેસીને મેચ માણતા હતા અને ખાણીપીણી સ્ટોલ પર ભારે ભીડ જમાવતા હતા. આવા સંજોગોમાં નાગરિકોને એ સવાલ થતો હતો કે સરકાર કે પોલીસને કોરોના જાણે સ્ટેડિયમમાં નહીં ફેલાય તેવી ગેરંટી મળી હોય તેમ બેજવાબદાર અમલીકરણ જોવા મળતું હતું.
અધૂરામાં પૂરૂ આજે અમદાવાદના આઠ મહત્ત્વના વેપારધંધા અને ખાણીપીણી બજારથી ધમધમતા વોર્ડ પર રાત્રિના દસ પછી પ્રતિબંધ લાદવામાં આવ્યો
અધૂરામાં પૂરૂ આજે અમદાવાદના આઠ મહત્ત્વના વેપારધંધા અને ખાણીપીણી બજારથી ધમધમતા વોર્ડ પર રાત્રિના દસ પછી પ્રતિબંધ લાદવામાં આવ્યો તે પછી સોશિયલ મીડિયા પર સરકારના આ નિર્ણયની ભારે ટીકા થઈ કે મોટેરા સ્ટેડિયમમાં જે પણ કંઈ થાય છે તેને કેમ બેરોકટોક ચલાવવા દેવામાં આવે છે. આખરે સરકારની ભેદભાવભરી દ્રષ્ટિ ખુલ્લી પડી જતાં તેઓને મોડે-મોડે પણ આત્મજ્ઞાાન લાદ્યુ છે. આશા રાખીએ કે પ્રથમ બે ટી20માં જે દોઢ લાખથી વધુ પ્રેક્ષકોએ મેચ માણી છે તે આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ માટે સુપર સ્પ્રેડર તરીકે બહાર ન આવે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન એવી પણ જાહેરાત કરી છે કે આખરી ત્રણ ટી20 કે જે અનુક્રમે આવતીકાલે એટલે કે તા. 16, 18 અને 20 માર્ચે રમાનાર છે તે પ્રેક્ષકો વગર રમાશે અને તેઓને ટિકિટના નાણા પરત કરવામાં આવશે. કઈ રીતે તે અંગેની જાહેરાત આગામી એક-બે દિવસમાં કરવામાં આવશે.
રાજ્યમાં કોરોના બેફામ બનતા અને છેલ્લા ચોવીસ કલાકમાં કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવતા લગભગ 900 જેટલા કેસો નોંધાતા આ નિર્ણય લેવાની ફરજ પડી છે. તેમા પણ અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો એક સમયે 50ની અંદર ઉતરી ગયો હતો તે આંકડો વધીને 200ને વટાવી ગયો છે. જ્યારે ગુજરાતના બીજા ટોચના શહેર સુરતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 250ને વટાવી ગયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31