GSTV
Gujarat Government Advertisement

અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો : હનીટ્રેપનો વધુ એક કિસ્સો, રાધિકા મોદી લગાવી ગઈ ચૂનો

Last Updated on March 22, 2021 by

જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસબૂક જેવા માધ્યમ પર કોઇક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ કે એક ભૂલ થી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલ અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું એક વેપારીને ભારે પડ્યું છે.

ફ્રેન્ડ રિક્વેસ્ટ

રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ ૨૦૨૦ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો. અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી તે યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારી ને મળવા બોલાવશે.

૨૧ મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારી વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કંઈક ને આ યુવતી વેપારીને અસલાલી પાસે એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો હતો કે આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે. જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓ ને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા. અને જીતેન્દ્ર એ તેમને કહ્યું હતું કે પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે.

ફરિયાદીને કહ્યું હતું કે જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.

આ ગેંગ એ ૨ જી ફેબ્રુઆરી એ વધુ એક વેપારી ને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ   મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધ માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33