GSTV
Gujarat Government Advertisement

ઉલટી ગંગા/ અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી : પૂર્વેમાં કોંગ્રેસનો રકાસ, આટલી બેઠકો ગુમાવી

કોંગ્રેસ

Last Updated on February 24, 2021 by

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પૂર્વ અમદાવાદના ૩૦ વોર્ડમાંથી ૧૯ વોર્ડમાં ભાજપની તેમજ ચાર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે તેની પરંપરાગત ગણાતી ૨૦ બેઠકોનું નુકશાન પૂર્વ અમદાવાદમાં વેઠવાનો વારો આવ્યો છે.

કોંગ્રેસે તેની પરંપરાગત ગણાતી ૨૦ બેઠકોનું નુકશાન પૂર્વ અમદાવાદમાં વેઠવાનો વારો આવ્યો

કોંગ્રેસનો ગઢ ગણાતા બાપુનગર, સરસપુર, ઇન્ડિયાકોલોની , સૈજપુર બોઘા, સરદારનગર, વિરાટનગર, અમરાઇવાડી, રામોલ-હાથીજણ અને ભાઇપુરા-હાટકેશ્વર વોર્ડમાં કોંગ્રેસને ૧ થી ૩ બેઠકોનું ભારે નુકસાન થયું છે. ફક્ત દરિયાપુર દાણીલીમડા, ગોમતીપુર અને કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી શકી છે. સૌથી મોટો અપસેટ કુબેરનગર વોર્ડમાં સર્જાયો છે.

કોંગ્રેસ

કોંગ્રેસની આખી પેનલ જીત ગઇ છે. કોંગ્રેસે ભાજપને ધોબી પછાડ આપી

જ્યાં કોંગ્રેસની આખી પેનલ જીત ગઇ છે. કોંગ્રેસે ભાજપને ધોબી પછાડ આપી છે. કુબેરનગર વોર્ડ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઇને અત્યાર સુધી મતદારો ભાજપની પેનલને જીતાડતા આવ્યા છે. આ વખતે પ્રથમ વખત ભાજપના ગઢમાં જ ભાજપનો આખેઆખો કક્કો ભુસાઇ ગયો છે. કોંગ્રેસ માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે. જમાલપુર વોર્ડમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યાં પ્રથમ વખત એઆઇએમઆઇએમ પાર્ટીની પેનલ જીતી ગઇ છે. જ્યારે મક્તમપુરામાં ઔેવસીની પાર્ટીએ ૩ બેઠકો મેળવી છે.

ભાજપ

જ્યારે કોંગ્રેસને ૧ બેઠક મળી છે. ખાડિયા વોર્ડમાં ભારે રસાકસી જોવા મળી હતી. જ્યાં ઔવેસીની પાર્ટીએ ભારે ટક્કર આપી હતી જોકે મતગણતરીના છેલ્લા રાઉન્ડના અંતે ભાજપની પેનલે જીત મેળવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33