Last Updated on March 24, 2021 by
અમદાવાદમાં જગતસિંહ બિહોલા નામના યુવકને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું પૂરું ન થતા તે નકલી પીએસઆઇ બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરીને રોફ જમાવવા જતા નકલી પીએસઆઇ અસલી પોલીસના હાથે ઝડપાઇ ગયો. રામોલ પોલીસે નકલી પીએસઆઇ અને તેના સસરાની ધરપકડ કરી છે. પોલીસે જગતસિંહ બિહોલા અને તેના સસરા કનુ પટેલને ઝડપી પાડ્યાં છે.
જો કે, અહીં નવાઈ લાગે તેવી વાત તો એ છે કે નકલી પીએસઆઇ જગતસિંહ બિહોલાએ પોતાના સાસરિયામાં પણ પોતે PSI હોવાનું કહ્યું હતું. જેના કારણે સસરા કનુ પટેલને જમાઈના ભરોસામાં જેલ જવાનો વારો આવ્યો છે.
જો કે, શહેરના રામોલ વિસ્તારમાં પોલીસને શંકા જતા પોલીસે આ કારને રોકીને ડ્રાઇવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેનું નામ કનુભાઈ પટેલ છે તેને પહેલા તો પોલીસને કહી દીધું કે, મારો જમાઈ PSI છે અને હમણાં આવશે. જેથી થોડી જ વારમાં એક વૈભવી કાર લઈને PSI ની વર્દીમાં એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારે જગતસિંહે પોતે PSI તરીકે ઓળખ આપતા પોલીસને શંકા જતા તપાસ કરતા તે નકલી PSI નીકળ્યો.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31