GSTV
Gujarat Government Advertisement

હદ થઈ/ મને વાંચતા નથી આવડતું જેથી બજેટ DDO વાંચશે, અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ પર થઇ ચકમક

Last Updated on March 31, 2021 by

અમદાવાદ જિલ્લા પંચાયતની ચુંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાનું વાતાવરણ આજે ગરમ રહ્યું હતું. બજેટ તો રજુ થયું જ પરંતુ 2 મુદ્દે આજે દલીલ થઇ હતી. સામાન્ય સભામાં જયારે બજેટ રજુ થયું ત્યારે જીલ્લા પંચાયતના દંડક દિગ્વિજયસિંહ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે સદસ્યોને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે ગત બજેટ વખતે ૫ માંથી વધારી ૧૦ લાખ કરવામાં આવી હતી પરંતુ દરેક સદસ્યને ૨૫ જેટલા ગામડાની જવાબદારી આપવામાં આવતી હોય છે. જેથી એ રકમ ઓછી છે.

સભ્યોની ગ્રાન્ટ પર થઇ ચકમક

પરંતુ આ મુદ્દે પહેલા તો જીલ્લા વિકાસ અધિકારી રાજી નહોતા. પરંતુ, દંડકના પ્રસ્તાવને કોંગી સદસ્ય હરપાલસિંહે ટેકો જાહેર કરતા અંતે એ નિર્ણય કરવામાં આવ્યો હતો કે બજેટમાં અન્ય હેડ હેઠળ ફાળવેલા રૂપિયા માંથી રકમ ઓછી કરવામાં આવશે અને બાદમાં સદસ્યને ફાળવવામાં આવશે પરંતુ આ મામલે દિગ્વિજયસિંહ દ્વારા ઠરાવ લાવવા રજૂઆત કરાઈ હતી અને અંતે એક કમિટી રચવામાં આવી હતી જેના દ્વારા હવે આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે કે ક્યાં હેડ માંથી રકમ ઓછી કરી ગ્રાન્ટમાં આપવી આજ રીતે જીઓ ટ્રેકિંગના મુદ્દે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

પ્રથમ સામાન્ય સભા દરમિયાન વાતાવરણ ગરમ

દંડકની વાત હતી કે જો ૫ લાખ સુધીના કામોમાં ટ્રેકિંગ કરાવવામાં આવે છે તો રાજ્યમાં થતા દરેક કામમાં આજ રીતે જીઓ ટ્રેકિંગમાં એન્ટ્રી કરાવવામાં આવે. જીલ્લા વિકાસ અધિકારીઓએ પક્ષ રાખતા કહ્યું હતું કે સરકારનો આદેશ છે જેના પગલે આ કામ કરવાનું રહેશે પ્રજાના ટેક્ષના રૂપિયાથી થતા કામગીરી દેખાવી જોઈએ અને ટ્રાન્સપરન્સી માટે આ જરૂરી છે અને માત્ર ફોટો મુકીને લોકેશન એ એપ્લીકેશનમાં આપવાનું હોય છે જેની સામે દલીલ કરવામાં આવી હતી કે જીલ્લા વિસ્તારના ઘણા એવા અંતરિયાળ ગામો છે જેમાં નેટવર્ક નથી આવતું. એવા સંજોગોમાં આ કામગીરી ના થઇ શકે અને જો સરકારનો જ આદેશ હોય તો રાજ્યમાં થતા તમામ કામોને જીઓ ટ્રેકિંગમાં સમાવવામાં આવે માત્ર જીલ્લા પંચાયતના ૫ કે ૧૦ લાખના બજેટ વાળા જ કામોને કેમ ટ્રેકિંગ સિસ્ટમમાં સમાવવાના આમ આજની પ્રથમ સામાન્ય સભા દરમિયાન વાતાવરણ ગરમ રહ્યું હતું.

મને વાચતા નથી આવડતું જેથી બજેટ DDO વાંચશે

પ્રથમ સામાન્ય સભા દરમિયાન ૬૩ કરોડનું બજેટ સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી આમ તો બજેટનું વાંચન પ્રમુખ દ્વારા કરવાનું રહેતું હોય છે પરંતુ નવ નિયુક્ત પ્રમુખ પારુલ બેન પઢાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મને વાચતા નથી આવડતું જેથી બજેટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાંચવામાં આવશે. જેથી બજેટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાંચવામાં આવ્યું હતું. ૬૩ કરોડનું બજેટ રજું થયું છે. તેમાં શિક્ષણ આરોગ્ય સામાજિક ન્યાય વિભાગ હેઠળ સૌથી વધારે રકમ ફ્લાવવામાં આવી છે

બજેટની બુક મોડી મળે તો કેવી રીતે અમે સામાન્ય સભામાં રજૂઆત કરી શકીએ ?

બજેટ રજુ થયું ત્યારે કેટલાક મુદ્દા ને લઈને સભામાં રજૂઆત થઇ હતી જેમાં એ મુદ્દો ચર્ચાયો હતો. કે બજેટની બુક ગઈકાલે રાત્રિના જ આપવામાં આવી તો અમે કેવી રીતે અગાઉ અભ્યાસ કરી એ જેને લઈને એકાઉન્ટ  વિભાગના અધિકારી હાર્દિક પ્રજાપતિ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે ગત ડીસેમ્બર માસથી કામગીરી આરંભી દેવામાં આવી હતી પરંતુ આ વખતે બુક મોડી મળી છે જે હવે અગામી વર્ષે એ સ્થિતિ નહિ થાય

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33