GSTV
Gujarat Government Advertisement

રસીકરણ/ અમદાવાદમાં આટલા લોકોને અપાઈ મફતમાં કોરોના રસી : 64 સેન્ટર પરથી 1.40 લાખ લોકોને આપવાનો લક્ષ્યાંક

Last Updated on March 3, 2021 by

1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસમાં 60થી વધુ વય ધરાવતા 1,802 નાગરિકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45થી 59 વય ધરાવતા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 285 નાગરિકોને રસી આપવામાં આવી છે.

covid 19 vaccine

અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસમાં 1,802 લોકોને રસી અપાઇ

જિલ્લા આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ અંતર્ગત 1 માર્ચે- 756 લોકોને, 2 માર્ચે- 928 લોકોને,જ્યારે 3 માર્ચે -118 લોકોને રસી આપવામાં આવી છે. આમ, ત્રણ દિવસમાં 1,802 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45 થી 59 વય ધરાવતા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ હેઠળ 1 માર્ચે- 83 લોકોને, 2 માર્ચે- 162 લોકોને અને 3 માર્ચે- 40 લોકોને રસી આપવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષકુમાર. બી. પરમારે જણાવ્યું હતું કે, ‘કોવિડ સામેના રસીકરણના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસી આપવા માટેની પ્રાથમિકતા નક્કી કરાઈ છે.’ જેઓએ જિલ્લાના નાગરિકોને આ રસીકરણ ઝુંબેશનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો છે.

covid 19 vaccine

આગામી તબક્કામાં 60થી વધુ વય ધરાવતા 1,32,498 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક

નોંધપાત્ર બાબત એ છે કે આગામી તબક્કામાં 60થી વધુ વય ધરાવતા 1,32,498 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે 45થી 60 વર્ષના 7,022 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ઝુંબેશ માટે જિલ્લામાં 64 વેક્સિનેશન સાઈટ્સ નક્કી કરાઈ છે, જેમાં 40 પી.એચ.સી, 8 સી.એચ.સી, 2 એસ.ડી.એચ અને 3 યુ.એચ.સીનો સમાવેશ થાય છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33