Last Updated on March 11, 2021 by
પીએમ મોદી આવતીકાલે અમદાવાદ આવશે. તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂકાયો છે. બીજી તરફ આવતીકાલે દાંડીયાત્રા દિવસથી દેશની આઝાદીની ૭પમી વરસગાંઠની ઉજવણી શરૂ થવા જઇ રહી છે. મોદી ગાંધી આશ્રમથી આ ઉજવણીના આરંભરૂપે દાંડીયાત્રાનો આરંભ કરાવાના છે. જેને પગલે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે
પીએમ મોદીના આગમન અને કાર્યક્રમ દરમિયાન લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ… વાડજ સર્કલ સુધીનો રસ્તો સવારે 7થી બપોરે ત્રણ વાગ્યા સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે
વૈકલ્પિક રોડ તરીકે RTO સર્કલથી રાણીપ થઈને નવાવાડજ પોલીસ ચોકી થઈ અને વાડજ સર્કલ તરફ જઈ શકશે.આ ઉપરાંત બપોરે 11 વાગ્યાથી વાડજ સર્કલથી ઈન્કમટેક્સ બ્રિજ, નેહરુબ્રિજ, એલિસબ્રિજ, વીએસ હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તાથી NID રોડ સંપૂર્ણપણે બંધ રહેશે. તો જમાલપુર બ્રિજ નીચે થઈ બહેરામપુરા મેલડી માતા મંદિર રોડ તરફ થઈ દાણીલીમડા ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પદયાત્રા જેમ જેમ આગળ વધશે તેમ પોલીસ દ્વારા ડાયવર્ઝન દૂર કરવામાં આવશે અને રોડ ખુલ્લા કરવામાં આવશે.
12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને પગલે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા થવાની હોવાથી ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી પસાર થાય તે માટે કેટલાક રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ચે. જેમાં વાડજ સર્કલથી ઉસ્માનપુરા ચાર રસ્તા ગૂજરાત વિદ્યાપીઠ કટ, ઈન્કમટેક્સ ચાર રસ્તા, બુટ્ટાસિંગ ચાર રસ્તા. ડીલાઈટ ચાર રસ્તા, નહેરૂબ્રિજ ચાર રસ્તા, ટાઉનહોલ ચાર રસ્તા, વીએસ.હોસ્પિટલ, પાલડી ચાર રસ્તા તરફ જતો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમના રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે
જેમાં વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહ કટથી પશ્ચિમના રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી શકાશે તથા પ્રબોધ રાવળ સર્કલથી 132 ફુટ રીંગરોડનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય પાલડી ચાર રસ્તાથી એન.આઈ.ડી.સર્ક, સરદારબ્રિજ, જમાલપુર બ્રિજ નીચે સુધીનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે
જેમાં વૈકલ્પિક રૂટ તરીકે પાલડી ચાર રસ્તાથી વી.એસ.હોસ્પિટલ, ટાઉનહોલ ચાર રસ્તાથી જમણી બાજુ વળી એલિસબ્રિજ થઈ વિક્ટોરીયા ગાર્ડન થઈ ખમાસા ચાર રસ્તા થઈઆસ્ટોડીયા દરવાજાથી એસ.ટી.ગતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ જમાલપુર તરફ જઈ શકાશે તથા પાલડી ચાર રસ્તાથી મહાલક્ષ્મી ચાર રસ્તા, મહાલક્ષ્મી પાંચ રસ્તાથી જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી આંબેડકર ઓવરબ્રિજ થઈ ખોડીયારનગર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી અંજલી જમાલપુર બ્રિજ તરફ જઈ શકાશે.
જમાલપુર બ્રિજ નીચેથી જમણી બાજુ વળી બહેરામપુરા પોલીસ ચોકી થઈ મેલડી માતા મંદિર દાણીલીમડા ચાર રસ્તા તરફ જતો એક બાજુનો રોડ દાંડીમાર્ચ પદયાત્રા પસાર ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
જેમાં વૈકલ્પિક રૂટ તરીકે જમાલપુર બ્રિજતી સ્લોટર હાઉસ ચાર રસ્તા, ઉંટવાળી ચાલી ચાર રસ્તા, એસ.ટી.ગીતામંદિર ચાર રસ્તાથી જમણી બાજુ વળીમજુરગામ થઈ ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા, શાહઆલમ ચાર રસ્તાથી જમણી બાજુ વળી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવગર જવર કરી શકાશે. બીજીતરફ સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ થઈ વાડજ સર્કલ સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. વેકલ્પિક માર્ગ તરીકે પ્રબોધન રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટીથી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31