GSTV
Gujarat Government Advertisement

સાયબર ક્રાઈમ / શેર ટ્રેડિંગમાં રોકાણ કરી બમણો નફો અપાવવાની લાલચ આપી છેતરનારી ગેંગ ઝડપાઇ

Last Updated on March 26, 2021 by

સાયબર ક્રાઈમ શેર ટ્રેડિંગમાં રોકાણ કરીને બમણો નફો કરાઈ આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેંગને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરતા હતાં. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલી ભેજાબાજ ગેંગ કે જે છેલ્લાં દોઢ વર્ષથી તેમની લોભામણી લાલચ આપીને લોકોને વિશ્વાસમાં લઈને શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બે પ્લાન લોકોને સમજાવતા હતાં.

cyber-crime

ડિમેટ ટેન્ડરિંગ અને ફ્લેકશી બલ રિટર્ન એમ બે પ્લાન બતાવતા હતાં. ફ્લેક્સિબલ રિટર્નમાં રોજના પાંચ હજાર રૂપિયા પ્રોફિટ આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ચીટીંગ તેઓ આચરતા હતાં. અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટિઝન આ ગેંગનો ભોગ બનતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદમાં લખાવેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતાં શહેરના ગોતા વિસ્તારમાંથી કોલ સેન્ટરના માલિક સહિતની ગેંગને ઝડપી પાડી છે.

એલર્ટ

સાયબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી ફરિયાદીના ચાર લાખ રૂપિયા રિકવર કરીને આરોપીઓએ છેલ્લાં દોઢ વર્ષમાં કેટલાં લોકો સાથે ચીટીંગ આચરી છે કે કેમ તેને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33