Last Updated on March 9, 2021 by
અમદાવાદ સાયબર ક્રાઇમે ઇન્દોરમાંથી ગેરકાયદેસર ચાલતા વધુ એક કોલ સેન્ટરને પકડી પાડ્યું છે. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપીને ઊંચા વળતરની લાલચે આ ગેંગ છેતરપિંડી કરતી હતી. એપીએમસીના નિવૃત્ત આસિસ્ટન્ટ એન્જિનિયર પણ આ છેતરપિંડીનો ભોગ બન્યા હતા. તેમની પાસેથી પણ ૧૮ લાખ રૂપિયાની રકમ પડાવી હતી.
સાયબર ક્રાઇમની ટીમે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશની ગેંગને ઝડપી પાડી હતી. સાયબર ક્રાઇમે ઇન્દોરમાં રેડ કરી 31 શખ્સોની ધરપકડ કરી 104 જેટલા મોબાઇલ 45 કમ્પ્યુટર એક લેપટોપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમને ઈન્દોરમાં રેડ કરી તમામની ધરપકડ કરી હતી. ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. જેને પોલીસે નોટિસ આપી કોર્ટમાં હાજર રહેવા સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે મુંબઈની મહેતા ઈક્વિટી નામની પેઢીના નામે શેરબજારમાં પહેલા તેઓ રોકાણ કરાવતા હતા..અને વધુ નફો અને ઊંચું વળતર મળવાની લાલચ આપીને રૂપિયા ખંખેરતા હતા.આ આરોપી ગેંગની ધરપકડથી અન્ય શહેરીજનોને છેતરપીંડીનો ભોગ બનતા પોલીસે અટકાવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31