Last Updated on April 7, 2021 by
પાકિસ્તાન ISIએ હવે મની ટ્રેપના નવા ટેરર મોડયુલથી દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મુકી છે. ક્રાઈમ બ્રાંચે ISIના ગુપ્ત ટેરર નેટવર્કના ષડયંત્રનો પર્દાફાશ કરીને બે આરોપીની ધરપકડ કરી છે.
ભુપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારા અને અનિલ ખટીકને ISIએ મની ટ્રેપમા ફસાવ્યા. ISIએ ફેસબુક પર રાજા ઉર્ફે બાબાખાન નામથી જુદી જુદી પ્રોફાઈલ બનાવી. આ પ્રોફાઈલમા હાજી મસ્તાન, અન્ય ગેંગસ્ટર અને માફીયાના સિમ્બોલ મુક્યા હતા. આ સિવાય ફેસબુક એકાઉન્ટમાં Islam is our soul, Knowledge the world muslim youth અને યુવા અમન સામાજીક વિકાસ કેન્દ્ર બહાદૂર ગંજ નામના બે પેઈઝ બનાવ્યા છે. આ પેજને લાઈક કરનાર યુવકોને ટાર્ગેટ કરતા હતા. આ પેજ નેપાળ અને કરાચીથી ઓપરેટ થતુ હોવાનું ખુલ્યુ છે. જેમાં ધાર્મિક કટ્ટરતા દર્શાવતા સ્લોગનથી યુવકોને આકર્ષવામા આવતા.
આ પ્રોફાઈલને ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણે લાઈક કરતા તેને ટાર્ગેટ સોંપાયો. સૌ પ્રથમ ફેસબુકથી વાત કરતા પછી વોટસએપ પર કોલીંગ કરતા અને ત્યારબાદ વીપીએન સિસ્ટમનો ઉપયોગ કરીને ટાસ્ક સોંપતા હતા. આ ગૃપમાં કુલ 117 લોકો હોવાનું ખુલ્યુ છે. જેમા હજુ ગુજરાતના 8 યુવકોની સંડોવણી ખુલી છે.
અમદાવાદનો પ્રવિણ વણઝારા વ્યાજના ચુંગલમા ફસાયો હતો. જેથી તે ISIના મની ટ્રેપમાં આવ્યો. જેમાં માર્ચ 2021માં પ્રવિણ વણઝારા, અનિલ ખટીક અને અંકિત પાલે કાલુપુર રેવડી બજારમાં સાત દુકાનમા આગ લગાવી હતી. જેના સીસીટીવી સામે આવ્યા હતા.
આ ટાસ્ક માટે આરોપીઓને રૂ દોઢ લાખ દુબઈથી મુંબઈની કાંતી રમેશ આંગડીયા પેઢી મારફતે મોકલાયા હતા. જુલાઈમાં આરોપીઓને ખ્યાતનામ વ્યકિતની હત્યાનો ટાસ્ક અપાયો હતો. જેમા હથિયાર ખરીદવા રૂ 25 હજાર પેટીએમથી ટ્રાન્સફર કરવામા આવ્યા. પ્રવિણે પોતાના મિત્ર કુલદિપ જાંગીડ મારફતે મધ્યપ્રદેશમાં ઈન્દોરના સેંઘવા ગામમાંથી પિસ્ટલ ખરીદી હતી. પરંતુ તે ગેરકાયદે હથિયાર રાખવા બદલ ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત બાબાખાનના ઈશારે તિરૂપતી એસ્ટેટ પેપરની ફેકટરીમાં આગ લગાવવાનું આયોજન કર્યુ હોવાનુ પણ ખુલ્યું છે
ક્રાઈમ બ્રાંચની તપાસમા બાબા કંપનીએ દિલ્હીના સદામ નામના યુવકને હત્યાનો ટાસ્ક આપ્યો હતો. સદામે બે હત્યા કરી હોવાનું ખુલ્યુ છે. ક્રાઈમબ્રાંચે દિલ્હી પોલીસનો સંપર્ક કરીને માહિતી આપી છે. એટલુ જ નહીં ખોજા નામના વ્યકિતએ દુબઈથી 15 લાખ હવાલા મારફતે મોકલ્યા છે. જે ગુજરાતમાં સુરત, વડોદરા અને ભાવનગર તેમજ દિલ્હી, મુંબઈ અને બેંગલોર પૈસા મોકલ્યા છે. આ તમામ વિસ્તારમાં ISIનું ગુપ્ત ટેરર નેટવર્ક સક્રીય હોવાનો ક્રાઈમ બ્રાંચની તપાસમા ખુલાસો થયો છે.
હાલમાં ક્રાઈમ બ્રાંચ અમદાવાદના ત્રણ અને પાકિસ્તાનના કરાચીના હેન્ડલ સહિત ચાર વ્યકિતઓ વિરૂધ્ધ પાસા એકટ મુજબ ગુનો નોંધ્યો છે. ક્રાઈમ બ્રાંચે પ્રવિણ અને અનિલની ધરપકડ કરી છે. જયારે અંકિત પાલ કોરોના પોઝીટીવ આવતા તેને સિવિલ હોસ્પીટલમા ખસેડાયો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31