Last Updated on March 13, 2021 by
આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન શોપિંગ કરી નાખતા હતા અંદાજીત 50 લાખથી વધુની રકમની અલગ અલગ ખરીદી કરી લીધી હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ કરી છે.
ડાર્ક વેબ પરથી વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડનો ડેટા મેળવીને લાખો રૂપિયાની ખરીદી કરનાર હર્ષવર્ધન પરમાર, મોહિત લાલવાણી, કલ્પેશ સિંધાની ઝડપાયા છે. આ શખ્સો ટેલીગ્રામથી છેલ્લા ત્રણેક વર્ષથી ઠગાઈનો ધંધો કરતા હતા. ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમબ્રાંચમાં જ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અલગ અલગ રાજ્યોના સીમ કાર્ડ ખરીદીને ડાર્ક વેબસાઈટ પરથી વિદેશી નાગરિકોના ડેટા મેળવીને તેમના કાર્ડ ઉપર લાખો રૂપિયાની જથ્થામાં ખરીદી કરી લેત હતા ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતા હતા અને ત્યારબાદ અધૂરા સરનામાં આપી અમદાવાદના કોઈપણ નજીકના વિસ્તારના લેન્ડમાર્ક પાસે કુરીયર બોયને બોલાવી પોતાનો ઓર્ડર રીસીવ કરી લેતા હતા. જેમાં, હર્ષવર્ધને ૭૦ લાખ, કલ્પેશ સિંધાએ ૭૦ લાખ, મોહિત લાલવાણીએ ૬૦ લાખ સુધીની ખરીદી કરી લીધા હોવાનો એકરાર પોલીસ સમક્ષ કર્યો છે.
હાલ પોલીસ આરોપીઓએ પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ પણ કબજે કરી લીધા છે અને ક્રાઈમ બ્રાન્ચે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31