Last Updated on April 10, 2021 by
અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે એક યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓ ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લુંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના મેમ્કો વિસ્તારમા આવેલા રાજીવ ગાંધી ભવન નજીક એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહની હત્યાના ગુનામાં પોલીસે કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુ પટણીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકના પગના ભાગે છરીના ઘા ઝીકીને હત્યા કરીને મૃતદેહ ફેકવામા આવ્યો હતો. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવા નો આરોપીએ પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનુ ખુલ્યુ હતુ.
પોલીસ તપાસમા સામે આવ્યુ કે મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમા મજૂરી કરતો હતો. હત્યાની રાતે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલ ની માંગ કરી હતી. જે ન આપતા આ હત્યા થઈ હતી. ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાથી કૃષ્ણનગર ભાગ્યા હતા. આરોપીઓએ તે જ રાત્રે ક્રુષ્ણનગર માં વધુ એક મોબાઈલનુ લુંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ઓ પૈકી ત્રણ આરોપી ચમનપુરા માં રહે છે અને એક આરોપી સાબરમતી વિસ્તારમાં રહે છે.
આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે તમામ આરોપી તાજેતરમાં જ 18 વર્ષ પુર્ણ કર્યા છે. અને મોબાઈલ લુંટવાની ટેવના કારણે હત્યા ના ગુનામાં જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પરંતુ સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે તે પોલીસ અને સામાન્ય જનતા મા ચીંતા ફેલાવે તેવી ધટના છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31