GSTV
Gujarat Government Advertisement

Big News : અમદાવાદીઓ માટે રાહતના સમાચાર, અન્ય રાજ્યમાંથી શહેરમાં એન્ટ્રી કરતી વખતે નહીં કરાવવો પડે RTPCR ટેસ્ટ

Last Updated on April 5, 2021 by

ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. હવે રાજ્ય બહારથી આવતા મુસાફરોએ અમદાવાદમાં પ્રવેશ કરતી વખતે RTPCR ટેસ્ટ કરાવવાની જરૂર નહીં પડે. જો કે, જેઓ અમદાવાદના રહેવાસી છે તેઓએ શહેરમાં એન્ટ્રી કરતી વખતે ફરજિયાત આઇડી પ્રૂફ તરીકે આધાર કાર્ડ દેખાડવાનું રહેશે.

maharashtra corona

છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજ રોજ વધુ નવા 3 હજારને પાર કેસો નોંધાતા રાજ્યમાં તંત્ર ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. એમાંય સૌથી વધારે ખરાબ હાલત સુરત અને અમદાવાદની જોવા મળી રહી છે. રાજ્યમાં આજ રોજ નોંધાયેલા નવા મોતના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં વધુ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. ફરી એક વાર રાજ્યમાં કોરોનાએ ફફડાટ ફેલાવી દીધો છે. જેમાં સુરત શહેરમાં 7 દર્દીઓનાં તો અમદાવાદમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. જ્યારે ભાવનગર અને વડોદરામાં એક-એક દર્દીનું મોત થયું છે.

અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે સંક્રમણ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 787 કેસ અને 6 લોકોનાં મોત થયા છે તો જ્યારે સુરતમાં 788 કેસ અને 7નાં મોત નોંધાયા છે. આમ, અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું છે. જ્યાર બાદ રાજકોટમાં 311 અને વડોદરામાં 330 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33