GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, કથિત ઓડિયો ક્લિપમાં થયો મોટો ખુલાસો

કોરોના

Last Updated on April 12, 2021 by

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે રવિવારે એસ.જી.હાઈવે ઉપર આવેલી કે.ડી.હોસ્પિટલના કર્મચારીની કથિત ઓડીયો કલીપ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામી હતી. જેમાં હોસ્પિટલના કર્મચારી દ્વારા ફોન કરનાર વ્યકિતને ત્યાં સુધી કહ્યુ હતુ કે, અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખુબ ભયાવહ બનતી જઈ રહી છે.

કોરોના

દસ લાખ રૂપિયા લઈને ફરતા લોકોને પણ હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા મળતી નથી.મારી 12 વર્ષની કેરીયરમાં અમદાવાદમાં આવી ભયાવહ સ્થિતિ જોઈ નથી.જોકે આ ઓડીયો કલીપ અંગે સત્તાવાર કોઈ અનુમોદન મળી શકયું નથી. આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે રવિવારે એક ઓડીયો કલીપ સોશિયલ મિડીયામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા પામી હતી.

એસ.જી.હાઈવે ઉપર આવેલી કે.ડી.હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની કહેવાતી કથિત ઓડિયો કલીપમાં કર્મચારી તેમના સ્વજનને સંબોધીને કહી રહ્યા હતા કે,બધી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે.અમારે ત્યાં પણ ગઈકાલ રાતથી હાઉસફૂલનું બોર્ડ મારવુ પડયુ છે.કોરોનાથી રોજ મોત પણ બહુ થઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે કોઈ ઈન્જેકશન આપવા તૈયાર નથી.

Corona

લોકો દર્દીને દાખલ કરવા દસ લાખ રૂપિયા લઈને ફરતા હોય છે છતાં હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા મળતી નથી. આવી ભયાવહ સ્થિતિ મારી 12 વર્ષની કેરીયરમાં કયારેય જોઈ નથી.ઘરે બધા મજામા છે ને? 50 થી ઉપરનાને કામ ના હોય તો ઘરની બહાર નીકળવા જ ના દેતા.આ ચકચારી ઓડિયો કલીપ રવિવારે અમદાવાદ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33