GSTV
Gujarat Government Advertisement

બોડકદેવ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા અને ચાંદલોડીયા રહેતા હો તો થઈ જાઓ સાવધાન, ટેસ્ટીંગ સેન્ટરો પર વધી રહી છે લાઈનો

કોરોના

Last Updated on April 3, 2021 by

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની ફરજ પડી છે.અમદાવાદ શહેરના બોડકદેવ સહિતના આ પાંચ વોર્ડમાં મળીને કુલ 55 સ્થળ એવા માલૂમ પડયા છે.જયાં કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.

કોરોના

કોરોનાના કેસ વધુ મળ્યા એ સ્થળોએ હાઉસ ટુ હાઉસ સર્વે

આ અંગે મળતી માહીતી મુજબ, શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ 600 ઉપરાંત કોરોનાના કેસ નોંધાતા સફાળા જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પાંચ વોર્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી જે સ્થળોએ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા ટાવરોની એક યાદી તૈયાર કરી આ ટાવરોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

નોંધપાત્ર બાબત તો એ છે કે,મ્યુનિ.તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કોરોના સંક્રમણ વાળા વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ મ્યુનિ.ના જ એક ઉચ્ચ અધિકારીએ આ યાદી જાહેર થઈ જતા તેને મિડીયા ગુ્રપમાંથી ડીલીટ કરી નાંખી હતી.

કોરોના

ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સંક્રમણવાળા સ્થળ

બોડકદેવ – બિનોરી મોનેટા, વસ્ત્રાપુર, મંત્ર એપાર્ટમેન્ટ, કૃષ્ણકુંજ એપા., મલ્હાર એપા, દિવ્ય જયોત એપા, કલગી એપા, આંચલ એપા, શાશ્વત એપા, આમ્રપાલી એપા, અકીક ટાવર, શુભ શાંતિ એપા.,

ઘાટલોડિયા – ઝવેરી જવેલર્સની ગલી, રાજ રત્ન એપા, ગોકુલ એપા, ઈન્દિરા ફલેટ, સારથી એપા, આશાપુરી સોસા, વાઘેશ્વરી સોસા,

ગોતા – બાબુનગર, નિર્માણ બંગલો, સાગર સંગીન, વૃંદાવન પાર્ટ-1, હીર પાર્ટી પ્લોટ, સુવર્ણધામ ટવીન, સમેત રેસી, પંચામૃત, જયઅંબે ફાર્મ, આશિર્વાદ આકેર્ડ

થલતેજ – તરૂણનગર સોસા-પાર્ટ-1, સ્ટર્લિંગ રો-હાઉસ, વિશ્રૂત બંગલો, જૈન દેરાસર, પૃથ્વી ટાવર, હીમાલયા, ગોકુલ કોમ્પલેક્ષ, નવનીધી

ચાંદલોડિયા – મલબાર સિટી-2, સર્વોદય સેવા ટ્રસ્ટ, ગણેશ પાર્ક, ઉન્નતિ સ્કૂલ, ઉમા બંગલો, ભાગ્યલક્ષ્મી રો હાઉસ, રાજયોગ કોમપલેક્ષ, નિર્ણય ટાવર, પ્રસ્થાન બંગલો, ક્રીષ્ના એપા.

અમદાવાદ શહેરમાં કોરોનાના નવા વિક્રમજનક 621 કેસ, ત્રણનાં મોત

અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોનાના વિક્રમજનક 621 નવા કેસ નોંધાયા છે.ઉપરાંત ત્રણ દર્દીઓના મોત થયા છે.છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી અમદાવાદ શહેરમાં રોજ કોરોનાના નવા 600 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.શહેરમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1803 ઉપર પહોંચવા પામી છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ 69638 કેસ નોંધાવા પામ્યા છે.જેને લઈને અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ફરી એક વખત ચિંતાજનક બની રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં શુક્રવારે કોરોનાના નવા 621 કેસ નોંધાયા છે.જે વિક્રમજનક સંખ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગત માર્ચથી અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 69638 કેસ નોંધાવા પામ્યા છે.

કોરોના

શુક્રવારે શહેરમાં કુલ 593 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 65504 લોકો કોરોનાની સારવારમાંથી મુકત થવા પામ્યા છે. શુક્રવારે કોરોનાની સારવાર દરમ્યાન કુલ ત્રણ દર્દીના મોત થતાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 2306 લોકોના મરણ થવા પામ્યા છે.શહેરમાં હાલની પરિસ્થિતિમાં કોરોનાના કુલ 1803 એકિટવ કેસો નોંધાયેલા છે.

લેબર કોલોની છારોડીમાં કોરોના સંક્રમણ

ઝોનસ્થળમકાનવસ્તી
દક્ષિણમુકુલ પાર્ક,મણિનગર1042
 સાફલ્ય એપા,મણિનગર1770
 શિખર એપા,વટવા0416
 જયોતિનગર,નારોલ55250
 મંગલ વિકાસ સોસા,દાણીલીમડા1258
દ.પશ્ચિમપૃથ્વી ટાવર,જોધપુર0833
પૂર્વસાહીત્ય રેસી,વસ્ત્રાલ2082
 સૂર્યમ એલિગન્સ,વસ્ત્રાલ28128
 ભવદીપ પાર્ક પાર્ટ-1,ભાઈપુરા1459
 ભવદીપ પાર્ક પાર્ટ-2,ભાઈપુરા1460
ઉ.પશ્ચિમસુકુન રેસી,ચાંદલોડીયા1660
 શ્રી દર્શન એપા,ચાંદલોડીયા40150
  જીવનદીપ રો હાઉસ,થલતેજ0625
 આકાંક્ષા એપા,ઘાટલોડીયા36150
 આદીત્ય પરીવેશ.ચાંદલોડીયા2080
 ગુંજન પાર્ક,થલતેજ0416
 લેબર કોલોની,છારોડી40
 આર્યન એમ્બેસી,બોડકદેવ28100
 મહાદેવ રેસી,ચાંદલોડિયા64250
પશ્ચિમસેલિબ્રીટી રેસી,પાલડી1228
 એ-3 હાઈટસ,મોટેરા0624
કુલ માઈક્રોકન્ટેઈન્મેન્ટ269

શહેરમાં કુલ 33,090 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોની નકકી કરવામાં આવેલી સાઈટસ ઉપરથી શુક્રવારે કુલ 33090 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જે પૈકી 18874 પુરૂષ અને 14216 મહિલાઓનો સમાવેશ થાય છે.45 વર્ષથી ઉપરની વયના અને કોમોર્બિડ એવા કુલ 17284 લોકોને રસી આપવામાં આવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33