Last Updated on April 2, 2021 by
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નોંધાઈ રહેલાં કેસો નવા વિક્રમ સર્જવા તરફ આગળ વધી રહ્યા છે.ગુરૂવારે શહેરમાં કોરોનાના નવા 613 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત કોરોના સંક્રમિત થવાથી ત્રણ લોકોનાં મોત થયા છે. બે દિવસમાં શહેરમાં કુલ મળીને 1224 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે.હાલમાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યા 1785 ઉપર પહોંચવા પામી છે.શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 69017 ઉપર પહોંચવા પામી છે.
કોરોનાના એકિટવ કેસોની સંખ્યા 1785 ઉપર પહોંચવા પામી
આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરમાં સતત સાતમા દિવસે ગુરૂવારે કોરોનાના વિક્રમજનક 613 કેસ નોંધાવા પામ્યા છે.આ અગાઉ બુધવારે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 611 કેસ નોંધાયા હતા. ગત માર્ચથી એક વર્ષમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 69017 કેસ નોંધાયા છે.અત્યારસુધીમાં શહેરમાં કુલ 64911 લોકો કોરોના મુકત થયા છે. ગુરૂવારે કોરોના સંક્રમિત થવાથી વધુ ત્રણ લોકોના મોત થતાં શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2303 મરણ થવા પામ્યા છે. શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1785 થવા પામી છે.
શહેરમાં હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1785 થવા પામી
ગુજરાતમાં કોરોનાએ આજે ફરી વિક્રમજનક સપાટી સર્જી છે અને નવાં 2410 કેસ અને નવ મોત નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 626 અને સુરતમાં 615 કેસ નોંધાયા છે. નવાં 2410 કેસની સામે આજે 2015 દર્દીઓ જ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 પર પહોંચી છે.
રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 12,996 પર પહોંચી
આજે અમદાવાદમાં 626, સુરતમાં 615, વડોદરામાં 363, રાજકોટમાં 223, જામનગરમાં 56, ગાંધીનગરમાં 52, ભાવનગરમાં 44, મહેસાણામાં 31, મહીસાગરમાં 29, ભરૂચમાં 28, પાટણમાં 27, ખેડામાં 26, મોરબીમાં 26, સાબરકાંઠામાં 26, પંચમાહાલમાં 25, અમરેલીમાં 24, કચ્છમાં 24, નર્મદામાં 22 અને દાહોદમાં 21 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 20થી ઓછાં કેસ નોંધાયા છે.
છેલ્લાં 24 કલાકમાં સુરતમાં ચાર, અમદાવાદમાં ત્રણ, વડોદરામાં એક અને ભાવનગરમાં એક એમ કુલ નવ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 4528 થયો છે. આજે 2015 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીનો કુલ ડિસ્ચાર્જનો આંક 2,92,584 થયો છે. ગુજરાતમાં અત્યારે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12,996 છે, જે પૈકી 155 દર્દીઓ વેન્ટિલેટર પર અને 12,841 દર્દીઓ સ્ટેબલ છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31