GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 401 કેસ નોંધાવાની સાથે બેનાં મોત: સાચવજો હોં નહીંતર….એસવીપી સહિતની હોસ્પિટલોમાં લગભગ તમામ બેડ ફૂલ

Last Updated on March 21, 2021 by

અમદાવાદ શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.ગત માર્ચ બાદ શહેરમાં પહેલી વખત કોરોનાના એક જ દિવસમાં નવા સૌથી વધુ 401 કેસ શનિવારે નોંધાયા છે.શનિવારે બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં આવેલી મ્યુનિ.હસ્તકની એસ.વી.પી.સહિતની અન્ય હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપતા લગભગ તમામ બેડ ફૂલ થઈ જતાં અગાઉ હોસ્પિટલોમાં બંધ કરવામાં આવેલા કોરોનાની સારવાર માટે શરૂ કરવામાં આવેલા વોર્ડ ફરીથી શરૂ કરવાની તંત્રને ફરજ પડી છે.

કોરોનાની સારવાર માટે શરૂ કરવામાં આવેલા વોર્ડ ફરીથી શરૂ કરવાની તંત્રને ફરજ પડી

સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 500 જેટલા વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના એકિટવ કેસ 866 હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે. શહેરમાં કોરોનાના પેશન્ટો પૈકી ઘણાં દર્દીઓ હોમ આઈસોલેશનમાં હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષે 19 માર્ચના રોજ પહેલો કોરોનાનો કેસ નોંધાયો હતો.બાદમાં ગત વર્ષે 21 નવેમ્બરના રોજ શહેરમાં કોરોનાના કુલ 354 કેસ નોંધાયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 200 દર્દીઓ અને સીવીલ હોસ્પિટલમાં 175 દર્દીઓ સારવાર હેઠળ છે.એસ.વી.પી.હોસ્પિટલમાં આઈ.સી.યુ.બેડ ફૂલ થઈ ગયા છે. ઉપરાંત ભૂતકાળમાં બંધ કરવામાં આવેલા વોર્ડ ફરીથી ખોલવાની ફરજ પડી છે.એસ.વી.પી.હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર કોરોનાના શંકાસ્પદ, બીજા,પાંચમાં અને અગિયારમાં ફલોર ઉપર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.પાંચમા માળનો વોર્ડ ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.

સીવીલ કેમ્પસમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 500 બેડની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 62290 કેસ નોંધાયા છે.કુલ 59020 દર્દીઓ સાજા થયા છે.જયારે કોરોના સંક્રમિત થવાથી અત્યાર સુધીમાં કુલ 2275 દર્દીઓના મરણ થયા છે.

15136 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે.શનિવારે કુલ 15136 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.રસી લેનારાઓમાં 8211 પુરૂષ,6925 મહિલા અને આ પૈકી 6925 સિનિયર સિટીઝનોનો સમાવેશ થતો હતો.રવિવારે 122 કેન્દ્રો પરથી કોરોના વિરોધી રસી આપવામાં આવશે.

સ્વામીનારાયણ ગુરૂકુળના આઠ સ્વામી કોરોના પોઝિટિવ

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ ગુરૂકુળના આઠ સ્વામી કોરોના પોઝિટિવ થયા છે.

શહેરમાં ખાણી-પીણીના એકમો બંધ કરાવાયા

શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપી ફૂડ સ્ટ્રીટ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલ રોડ,અસારવા સીવીલ હોસ્પિટલ રોડ, વિરાટનગર ચાર રસ્તા ઉપરાંત મણિનગર અને ગોતા વોર્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં રાત્રિ ચેકીંગ કરવામાં આવ્યું હતુ.આ તપાસમાં જયાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો હોય એમ ના લાગતા જે તે વિસ્તારમાં ચાલતા ખાણી-પીણીના એકમો મ્યુનિ.તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33