GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ રહેજો સાવધ! શહેરમાં વધતા સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ અને એકના મોતથી મચ્યો હડકંપ

Last Updated on March 14, 2021 by

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું મોત થવા પામ્યું છે.શહેરમાં શનિવારે નવા પાંચ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ગત માર્ચથી અત્યારસુધીમાં કોરોનાના કુલ 60383 કેસ નોંધાવા પામ્યા છે.શનિવારે 133 દર્દી સારવારમાંથી મુકત થતા અત્યાર સુધીમાં કુલ 57599 લોકો કોરોનાથી મુકત થયા છે.

શનિવારે 133 દર્દી સારવારમાંથી મુકત થતા અત્યાર સુધીમાં કુલ 57599 લોકો કોરોનાથી મુકત થયા

અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2266 લોકોના કોરોના સંક્રમણથી મરણ થયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકેલા સ્થળ પૈકી ચાર સ્થળમાંથી નિયંત્રણ દુર કરી નવા પાંચ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકતા શહેરમાં કુલ 46 સ્થળ નિયંત્રિત વિસ્તારમાં છે.

કોરોના

માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયુ

શનિવારે ધોડાસરની બંધન સોસાયટી,સાઉથ બોપલના ઓર્ચીડ પેરેડાઈઝ,ત્રાગડ રોડ ઉપર આવેલા ધરતી બંગલો,બોડકદેવ વોર્ડમાં આવેલા નેબુલા ટાવર અને કાસા વ્યોમાના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

16,707 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ

અમદાવાદ શહેરમાં શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો,અર્બન હેલ્થ સેન્ટર,સરકારી હોસ્પિટલો ઉપરાંત 62 ખાનગી હોસ્પિટલોમાં કુલ મળીને 8867 પુરૂષ અને 7840 મહિલાઓ સાથે 9643 સિનિયર સિટીઝનો મળી કુલ 16707 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33