Last Updated on April 5, 2021 by
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે.શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ જે પ્રમાણે વધી રહ્યો છે.એને જોતા હવે તો શહેરીજનોમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે,શહેરમાં નોંધાઈ રહ્યા છે એથી ઓછા કેસ બતાવવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1869 ઉપર પહોંચી છે. શહેરમાં બે દિવસમાં કુલ મળીને કોરોનાના 1310 કેસ નોંધાતા પરિસ્થિતિ ગત વર્ષની જેમ ચિંતાજનક બની હોવાના અણસાર મળી રહ્યા છે.

શહેરમાં બે દિવસમાં કુલ મળીને કોરોનાના 1310 કેસ નોંધાતા પરિસ્થિતિ ગત વર્ષની જેમ ચિંતાજનક બની હોવાના અણસાર
આ અંગે મળતી માહીતી મુજબ,રવિવારે શહેરમાં કોરોનાના કુલ 664 નવા કેસ નોંધાયા છે.અગાઉ શનિવારે કુલ 646 કેસ નોંધાયા હતા.બે દિવસમાં કુલ આઠ લોકોના કોરોનાથી મોત થયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ મળીને 70948 કેસ નોંધાવા પામ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ મળીને 70948 કેસ નોંધાવા પામ્યા
રવિવારે કુલ 600 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 66705 લોકો કોરોનાની સારવારથી મુકત થયા છે.રવિવારે ચાર દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2314 લોકોના મરણ થવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ફરી એક વખત શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આઈ.આઈ.એમ.એ.માં 75 ટકા એસિમ્પટોમેટીક દર્દીઓ
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસને લઈ આઈ.આઈ.એમ.એ.ચર્ચામાં રહ્યુ છે ત્યારે અત્યાર સુધી નોંધાયેલા કેસ પૈકી 75 ટકા એસિમ્પ્ટોમેટિક દર્દી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. માર્ચ મહિનામાં 65 કેસ નોંધાવા પામ્યા હતા.
પ્રાઈવેટ કવોટામાં ખાનગી હોસ્પિટલોમાં 1150 બેડ ખાલી
આહનાની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલી માહીતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોમાં રેકવીઝેટ કરેલા પ્રાઈવેટ કવોટાના બેડ પૈકી 3 એપ્રિલ-2021ની સ્થિતિમાં 1150 બેડ ખાલી છે.
વિવિધ ડોમ પર ટેસ્ટ કરાવવા માટે લાગતી લાઈન
અમદાવાદ શહેરમાં કોરોનાના 600 ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.આ પરિસ્થિતિમાં કોરોના વિરોધી રસી લેવા લાગતી લાઈનોની જેમ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવા માટે શરૂ કરેલા ડોમ પર સવારથી જ લોકો ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના કેસની વચ્ચે સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, શનિવારે સિવીલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં 136 દર્દીઓ અને ઓ.પી.ડી.વિભાગમાં 50 કોરોનાના દર્દીઓ નોંધાવા પામ્યા હતા.

કેન્સર અને કિડની હોસ્પિટલમાં 200 બેડની વ્યવસ્થા કરાઈ
કોરોના સંક્રમણમાં વધારો થતા સિવીલ કેમ્પસમાં આવેલી કેન્સર અને કીડની હોસ્પિટલમાં કોરોનાના પેશન્ટોને સારવાર મળી રહે એ માટે 200 બેડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
