GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી બાદ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ આ પોશ વિસ્તારમાં ટેસ્ટ માટે લાગી લાંબી લાઇનો, વધ્યા આટલા કેસ

કોરોના

Last Updated on March 6, 2021 by

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એક વખત કોરોના વિસ્ફોટ થયો છે.અને છેલ્લા 24 કલાકમાં નવા 515 કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોના સંક્રમણ વધતા અગ્રેસીવ કોરોના ટેસ્ટ વધતા કોરોના ટેસ્ટના ડોમ પર લાંબી લાઈનો લાગેલી છે. શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલા કોરોના ટેસ્ટના ડોમમમાં સવારથી લાઈન જોવા મળી છે.

  • અમદાવાદમાં ફરી એક વખત કોરોના ટેસ્ટ માટે લાગી લાંબી કતાર
  • અમદાવાદમાં કોરોના કેસ વધતા

અમદાવાદ શહેરમાં શુક્રવારે કોરોનાના નવા 113 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે.શહેરમાં ઓઢવ ઉપરાંત પ્રહલાદનગર અને સેટેલાઈટ વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા ત્રણ સ્થળને નિયંત્રિત સ્થળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવતા શહેરમાં કુલ 44 સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ તંત્ર દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

કોરોના

અમદાવાદમાં શુક્રવારે નવા 113 કેસ નોંધાતા અત્યારસુધીમાં કુલ 59268 કેસ નોંધાયા છે.100 જેટલા દર્દીઓ કોરોનાની સારવારમાંથી મુકત થતા કુલ મળીને ગત માર્ચથી અત્યારસુધીમાં કુલ 56640 લોકો કોરોના મુકત થયા છે.અત્યારસુધીમાં કુલ 2260 લોકોના કોરોના સંક્રમિત થવાથી મરણ થવા પામ્યા છે.

શુક્રવારે શહેરના ઓઢવ વોર્ડમાં આવેલી મહાવીરનગર સોસાયટીમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા આ સોસાયટીના કુલ 32 મકાનમાં રહેતા 176 લોકોને,પ્રહલાદનગરમાં આવેલા રીવેરા એલિગન્સમાં કોરોના કેસના પગલે બે મકાનના 10 લોકો અને સેટેલાઈટમાં આવેલા શાવરી ટાવરમાં જોવા મળેલા કોરોના કેસને ધ્યાનમાં લઈ આઠ મકાનના 23 લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.

કોરોના

15716 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટરો,સરકારી હોસ્પિટલો તેમજ નિયત ચાર્જ લઈ કોરોના વેકિસન આપતી શહેરની 60 જેટલી ખાનગી હોસ્પિટલોમાં શુક્રવારે કુલ 15716 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં 8696 પુરૂષ અને 7020 સ્ત્રીઓનો સમાવેશ થાય છે.શુક્રવારે 60થી વધુની ઉંમરના 10289 લોકોએ કોરોના વિરોધી રસી લીધી હતી.આ પૈકી કોઈને પણ આડઅસર ના થઈ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

હાઈકોર્ટના કાર્યરત ન્યાયાધીશો-નિવૃત્ત ન્યાયાધીશોને રસી અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેસ્ટહાઉસ ઓફ ગુજરાત સ્ટેટ જયુડીશીયલ ખાતે વેકિસનેશન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતુ.આ કેન્દ્ર ખાતે ગુજરાત હાઈકોર્ટના કાર્યરત ન્યાયાધીશો ઉપરાંત નિવૃત્ત ન્યાયાધીશો અને તેમના પરીવારજનોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.જેમાં કોઈને આડઅસર ના થઈ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33