GSTV
Gujarat Government Advertisement

અમદાવાદીઓ સાવધ રહેજો! શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું, નવા 123 કેસ આવ્યા સામે

Last Updated on March 10, 2021 by

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો છે. રાજ્યના હેરીટેજ સીટીમાં પણ વાયરસ વકર્યો છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.એક  કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું છે.શહેરમાં મંગળવારે નવા એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ નથી.

મંગળવારે નવા એક પણ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ નથી

અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા પચાસ સ્થળમાંથી ત્રણ સ્થળમાંથી નિયંત્રણ હટાવી લેવાતા શહેરમાં હવે કુલ 47 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ છે.

47 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ

બુધવારે મમતા દિવસ અને ગુરૂવારે મહાશિવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદમાં કોરોના વિરોધી રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે.જે 12 માર્ચથી ફરી શરૂ કરાશે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાતા ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ 59767 કેસ નોંધાયા છે.

શહેરમાં વધુ 121 દર્દીઓ કોરોનામાંથી મુકત થતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ મળીને 57097 દર્દીઓ કોરોનાથી મુકત થયા છે.શહેરમાં મંગળવારે થયેલાં એક મોત સાથે અત્યારસુધીમાં કુલ 2264 લોકો કોરોના સંક્રમિત થતા મરણ પામ્યા છે. શહેરમાં હાલની પરિસ્થિતિમાં કુલ 405 કોરોનાના એકિટવ કેસ હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33