Last Updated on March 16, 2021 by
ગુજરાત રાજ્ય માં એક તરફ અમદાવાદ શહેર માં ‘નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ’ ખાતે ૬૦ હજારથી વધુ પ્રેક્ષકો ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટ્વેન્ટી૨૦નો રોમાંચ માણી રહ્યા છે જ્યારે બીજી તરફ કોરોના વાયરસે પણ ‘ટ્વેન્ટી૨૦ જેવી જ તોફાની બેટિંગ’ શરૃ કરી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૯૦ નવા કેસ નોંધાયા છે.
પ્રત્યેક કલાકે સરેરાશ ૩૭ વ્યક્તિ કોરોના સંક્રમિત
આમ, હાલની સ્થિતિએ પ્રત્યેક કલાકે સરેરાશ ૩૭ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે. રાજ્યમાં બરાબર એક સપ્તાહ અગાઉ ૮ માર્ચના ૫૫૫ કેસ નોંધાયા હતા. આમ, એક સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસની ગતિમાં ૬૦%નો વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧ મૃત્યુ નોંધાયું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૨,૭૯,૦૯૭ જ્યારે કુલ મરણાંક ૪,૪૨૫ છે.
વાયરસે પણ ‘ટ્વેન્ટી૨૦ જેવી જ તોફાની બેટિંગ’ શરૃ કરી દીધી
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં સુરત ૨૬૨ સાથે મોખરે છે. સુરત શહેરમાં ૨૪૦-ગ્રામ્યમાં ૨૨ નવા કેસ નોંધાયા છે. ૧ ડિસેમ્બર બાદ સુરતમાં કોરોનાના આ સૌથી વધુ કેસ છે. આ સાથે જ સુરતમાં કુલ કેસનો આંક ૫૬,૦૯૧ છે. અમદાવાદ શહેરમાં ૨૦૫-ગ્રામ્યમાં ૪ સાથે ૨૦૯ નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૨૪ ડિસેમ્બર બાદ પ્રથમવાર ૨૦૦થી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬૪,૮૪૫ છે.
અમદાવાદમાં ૨૪ ડિસેમ્બર બાદ પ્રથમવાર ૨૦૦થી વધુ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં ૭૬-ગ્રામ્યમાં ૧૭ સાથે ૯૩ જ્યારે રાજકોટ શહેરમાં ૭૯-ગ્રામ્યમાં ૧૬ સાથે ૯૫ કેસ નોંધાયા છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૧ સાથે ભરૃચ, ૨૩ સાથે ખેડા, ૧૮ સાથે ગાંધીનગર, ૧૫ સાથે દાહોદ, ૧૪ સાથે પંચમહાલ-જામનગર-આણંદ-નર્મદા, ૧૨ સાથે ભાવનગર, ૧૦ સાથે કચ્છ-મહેસાણા, ૯ સાથે સાબરકાંઠા-જુનાગઢ, ૮ સાથે મહીસાગર, ૬ સાથે અમરેલી, ૫ સાથે પાટણ, ૪ સાથે મોરબી-ગીર સોમનાથ, ૨ સાથે તાપી-નવસારીનો મુખ્યત્વે સમાવેશ થાય છે. બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર-ડાંગ અને વલસાડ એમ પાંચ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?
જિલ્લો | ૧૫ માર્ચ | એક્ટિવ કેસ |
સુરત | 262 | 1307 |
અમદાવાદ | 209 | 909 |
રાજકોટ | 95 | 287 |
વડોદરા | 93 | 721 |
ભરૃચ | 31 | 135 |
ખેડા | 23 | 65 |
ગાંધીનગર | 18 | 81 |
દાહોદ | 15 | 54 |
જામનગર | 14 | 103 |
પંચમહાલ | 14 | 77 |
આણંદ | 14 | 84 |
નર્મદા | 14 | 32 |
ફેબુ્રઆરીના ૨૮ દિવસમાં ૮ હજારને કોરોના જ્યારે માર્ચના ૧૫ દિવસમાં જ ૯ હજાર કેસ
ગુજરાતમાં ફેબુ્રઆરી માસના ૨૮ દિવસમાં કોરોનાના ૮,૩૪૯ કેસ નોંધાયા હતા અને હવે કોરોનાના વળતા પાણી શરૃ થઇ ગયા હોવાની રાહત અનુભવાઇ રહી હતી. પરંતુ માર્ચમાં સ્થિતિ સાવ વિરોધાભાસ થઇ ગઇ છે. આ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં જ કોરોનાના ૯,૨૦૮ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી સતત ૮૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં એકમાત્ર મૃત્યુ સુરતમાં નોંધાયું હતું. આ સાથે જ કોરોનાથી કુલ મરણાંક અમદાવાદમાં ૨,૩૨૩ જ્યારે સુરતમાં ૯૭૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૫૦, સુરતમાંથી ૧૪૧, રાજકોટમાંથી ૭૯, વડોદરામાંથી ૬૬ એમ રાજ્યભરમાંથી કુલ ૫૯૪ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૯,૯૫૫ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૬.૭૨% છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31