Last Updated on April 8, 2021 by
અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને તિલકબાગથી સારંગપુર બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. તેઓનું કહેવું છે કે, જ્યાં સુધી બીઆરટીએસ બસો બંધ રહેશે ત્યાં સુધી વાહન ચાલકો બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને AMTS બસો બંધ કરવામાં આવી છે. ત્યારે એવામાં કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદીઓને પડતી ટ્રાફિકની સર્જાતી મુશ્કેલીને લઇને રાહત આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, બીજ બાજુ રાજ્યમાં કોરોનાની વરવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ જોવા મળી. તો અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે.
સુરતમાં હાલ કોરોનાના કેસનો રોજે રોજ વિક્રમ થઈ રહ્યો છે અને રોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગત વર્ષ કરતાં પણ વધારે ખાનગી હોસ્પીટલ સાથે ટકા બેડ સાથે કરાર કરવામાં આવ્યા છે. તેમ છતાં સ્થિતિ વધુ કાબુ બહાર જાય તેવી શક્યતાના પગલે સુરત મ્યુનિ.તંત્રએ ખાનગી નર્સિંગ હોમને પણ કોવિડ હોસ્પીટલ બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં કોમ્યુનીટી આઈસોલેશન સેન્ટર ઉપરાંત શહેરના નાના-મોટા નર્સિંગ હોમમાં પણ કોવિડ હોસ્પીટલ શરૂ કરવા માટેની તૈયારી થઈ રહી છે.
રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. તેવામાં સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31