Last Updated on March 26, 2021 by
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે. કમિશનરે વાહનોની સ્પીડને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કહેવાયું છે કે કાયા વાહનની શહેર અને હાઇવે વિસ્તારોમાં કેટલી સ્પીડ રાખવી અને જો તેનો ભંગ કરવામાં આવશે તો તો દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સ્પીડ પર કરજો કંટ્રોલ
શહેર પોલીસ કમિશનરે ઓવર સ્પિડીંગ અને વાહનોની સ્પીડને લઈને જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં, શહેરી વિસ્તારોમાં ટુ-વ્હિલર માટે 60 કિલોમીટરની સ્પીડ નક્કી કરવામાં આવી છે. તેમજ ફોર વ્હિલર ચાલકોએ 40ની સ્પીડમાં વાહન ચલાવવાનું રહેશે.
તેમજ જાહેરનામામાં ટ્રાન્સ્પોટેશન કરતા વ્હિલર જેમાં આઠ કરતા વધુ સીટ ધરાવતા હોય તેવા વાહનોની સ્પીડ 70ની રાખવાની રહેશે. તો સાથે જ, ટ્રેકટરની સ્પીડ 30ની રાખવાની રહેશે. ટ્રાન્સ્પોટેશન કરતા ટુ-વ્હિલર માટે 60ની સ્પીડ નિર્ધારિત કરાઈ છે. તો શહેરી વિસ્તારમાં ટેક્સી ચાલકો માટે 40 ની સ્પીડ નક્કી કરાઈ છે.
તો જાહેરનામામાં કહેવાયું છે કે નિયમ ભંગ કરનારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઓવર સ્પિડીંગને લઈને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
- શહેરી વિસ્તારોમાં ટુ-વ્હિલર માટે 60ની સ્પીડ નક્કી કરવામાં આવી
- ફોર-વ્હિલર ચાલકોની 40 ની સ્પીડ
- ટ્રાન્સ્પોટેશન કરતા વ્હિલર સ્પીડ 70 ની
- ટ્રેકટરની સ્પીડ 30ની રહેશે
- ટ્રાન્સ્પોટેશન ટુ વ્હિલર માટે 60 ની સ્પીડ નિર્ધારિત કરાઈ છે
- શહેરી વિસ્તારમાં ટેક્સી ચાલકો માટે 40 ની સ્પીડ નક્કી કરાઈ છે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31