Last Updated on April 7, 2021 by
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની સિવિલ હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલા 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તેના તમામ બેડ ફૂલ થવાની તૈયારીમાં છે. આથી હવે ફુલ કેપેસિટી સાથે હોસ્પિટલ ચાલુ કરાશે. સિવિલ હોસ્પિટલમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો. જે બાદ મહિલા અને બાળકોના વિભાગનો સામાન જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવ્યો.
કોરોનાના ઝડપભેર કેસો વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં બેડ ઝડપભેર ભરાવા લાગ્યા છે. અમદાવાદ સિવિલની સ્થિતી અંગે જીએસટીવીએ અહેવાલ દર્શાવ્યાના ગણતરીના કલાકોમાં જ બેઠકોનો દૌર શરૂ થયો અને લેવાયા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો.
- મંજુશ્રી મિલમાં બનેલી કિડની હોસ્પિટલ ફેરવાઇ કોવિડ હોસ્પિટલમાં
- સિવિલની બપોર બાદની ઓપીડી બંધ
- તમામ સ્ટાફને કોવિડ કેરમાં ખસેડાયો
કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે જીએસટીવીએ બતાવેલા અહેવાલની ધારદાર અસર થઇ છે. જે રીતે કેસો વધી રહ્યા છે તે જોતા બેડની સંખ્યા વધારવી જરૂરી છે તેવામાં હવે અમદાવાદની મંજુ શ્રી મિલમાં બનાવેલી કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે ચાલુ કરાઇ છે.
આ અંગેનો સૌપ્રથમ અહેવાલ જીએસટીવીએ બતાવ્યો હતો. GSTVના અહેવાલને તંત્રએ તરત ધ્યાને લેતા આ નવી કિડની હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર શરૂ કરાઇ છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી તમામ હોસ્પિટલ ફૂલ થતાં આ મોટો નિર્ણય લેવાયો છે. મંજુ શ્રીમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં સાંજની ઓપીડી બંધ કરી તમામ સ્ટાફને કોવિડમાં મદદમા લેવાનો નિર્ણય કરાયો છે.
આ ઉપરાંત કેટલાંક કેસોમાં હોમ આઇસોલેશનમાં દર્દીને જરૂર પડે છે તો ઘરે જ રેમડેસીવીર આપવાનુ સૂચન પણ બેઠકમાં રજૂ થયુ હતુ. જો આ સૂચન અમલમાં મૂકાય તો ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આવે તેનો આંક ઘટી શકે છે. ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ આવે છે તેથી મૃત્યુ દર ઉંચો હોવાનુ પણ બેઠક બાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યુ હતુ.
તેમણે અમદાવાદના સિવિલ કેમ્પસમાં કોરોનાના દર્દી માટે બેડ ખૂટી પડે તેવી પરિસ્થિતિ હોવાની પણ શક્યતા વ્યકત કરી છે. બુધવાર બપોર સુધીમાં હોસ્પિટલ્સમાં 1 હજાર 185 બેડ ભરાયેલા હતા. મેડિસિટી અંતર્ગત કુલ 1400 બેડની વ્યવસ્થા હાલ છે. આવામાં બુધવાર બપોર સુધીમાં જ માત્ર 215 બેડ જ ખાલી હોવાની માહિતી આપી હતી. આ સ્થિતીમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને તેમના ઘરે જ ઇન્જેક્શન અપાય તેવી વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
આ ઉપરાંત સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના પુરતો પુરવઠો હોવાનો પણ દાવો કરાયો છે.. અમદાવાદ અને સુરતની જાણે કોરોનાના કેસોની સંખ્યાને લઇને હોડ જામી છે. ત્યારે એક સમયે 1200 બેડની કોવિડ હોસ્પિટલને બંધ કરવાની ચર્ચા શરૂ કરાઇ હતી..તે હોસ્પિટલમાં હવે બેડ ઓછા પડે તેવી સ્થિતી છે ત્યારે હાલની સ્થિતીથી પણ જો પરિસ્થિતી વધુ વકરે તો તે ચિંતાનો વિષય બની શકે છે..
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31