Last Updated on March 23, 2021 by
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર જે.વી. મોદી અને ડૉક્ટર કાર્તિક પરમારના જણાવ્યાં પ્રમાણે ભારતમાં કોરોનાના એક-બે નહીં પરંતુ 11 પ્રકારના સ્ટ્રેન છે. દુનિયામાં અંદાજે 22 જેટલા સ્ટ્રેન હોઇ શકે છે. નવેમ્બર મહિનામાં જે લક્ષણો જોવા મળ્યાં હતાં તે જ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યાં છે. તેમણે વધુમાં એમ જણાવ્યું હતું કે, ‘કોરોના વાયરસ મ્યુટેશન થાય છે તેમાં થોડો ચેન્જ જોવા મળે છે. તો વળી હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અલગ-અલગ લક્ષણવાળા દર્દીઓ સારવાર હેઠળ છે.’
ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૬૪૦ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના અત્યારસુધી નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ કેસ છે. અગાઉ ગત વર્ષે ૨૭ નવેમ્બરના ૧,૬૦૭ સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મિનિટે સરેરાશ ૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ રહી છે.
નવા સ્ટ્રેઈનના કેસોનો પણ રાજ્યમાં સતત વધારો
બીજી તરફ સરકાર માટે રાહતની વાત એ છે કે આટલો કોરોનાનો કહેર વધ્યો છત્તાં હોસ્પિટલો ફુલ નથી અને લોકો હોમ ક્વોરન્ટાઈન રહીને સારવાર લઈ શકે છે, કારણકે નવો સ્ટ્રેઈન ઘાતક નથી પરંતુ તે ચેપી છે. બીજી તરફ નવા સ્ટ્રેઈનના કેસો પણ રાજ્યમાં વધી રહ્યાં છે. ભલે આ સ્ટ્રેઈન વધારે ઘાતક કે ગંભીર નથી પરંતુ ચેપ વધારે ફેલાવે છે, માટે ગુજરાતીઓ ચેતીને રહેજો સાવ બેદરકારી ના રાખતા, જો બેદરકાર રહેશો તો કેસોમાં ઘટાડો જલ્દી આવશે નહીં. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે. અને અમદાવાદ પણ કોરોના કેસમાં મોખરે રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસનો કહેર છેલ્લાં ઘણાં દિવસોમાં ગુજરાતમાં વધ્યો છે. માટે સાવચેતી રાખવી જરૂરી બની છે. સોમવારે એક જ દિવસમાં કોરોનાના નવા 481 કેસ નોંધાયા, તે ચિંતાજનક છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31