GSTV
Gujarat Government Advertisement

Dev post create for auto notification 5

Last Updated on October 12, 2021 by

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શનું કાળાં બજાર થતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રેમડેસિવિરનું એક ઇન્જેક્શન 12-12 હજાર રૂપિયામાં વેચાતું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં ડૉક્ટર વિશાલ પટ્ટણી ઇન્જેક્શનના કાળાં બજાર કરતા ઝડપાયાં છે. વિશાલ પટ્ટણીએ 6 રેમડેસિવિર ઇન્જેક્શન માટે અધધધ 72 હજાર રૂપિયા માંગ્યા છે. પરંતુ પોલીસ ટીમે સમયસર સિવિલ હોસ્પિટલ પહોંચીને આરોપી વિશાલ પટ્ટણીની ધરપકડ કરી છે. વિશાલ પટ્ટણીની મેડિકલ સ્ટોર ધારક સાથેની વાતચીત પણ વાયરલ થઇ છે. તેમાં તેઓ એક ઇન્જેક્શન માટે 12 હજાર રૂપિયાની માંગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે એક તરફ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે લોકો આખો દિવસ લાઇનમાં ઊભા રહે છે તેમ છતાં તેમને ઇન્જેક્શન નથી મળતા. બીજી તરફ ઇન્જેક્શનના બેરોકટોકપણે કાળાં બજાર થઇ રહ્યાં છે. જેના કારણે તંત્રની કામગીરી પર ફરી એક વખત ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.

રવિવારથી ફરી ઝાયડસે ઇન્જેકશન આપવાની શરૂઆત કરી

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં વીતી રાતથી જ રેમડેસિવિર ઇન્જેકશન માટે લોકો લાઇનમાં લાગી ગયા છે. શનિવારે એક દિવસના બંધ બાદ રવિવારથી ફરી ઝાયડસે ઇન્જેકશન આપવાની શરૂઆત કરી છે. રવિવારે આઠ હજારથી વધુ લોકોને ઇન્જેકશન અપાયા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી સૌથી સસ્તા દરે રેમડેસિવિર ઇન્જેકશન મળતું હોવાથી રાજ્યભરમાંથી દર્દીના સગાંઓ અહીં આવી રહ્યાં છે. ત્યારે આજ વહેલી સવારથી બે કિલોમીટરથી લાંબી લાઇન અહીં લાગી હતી.

હાઇકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લઇ લીધો

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારનો ઉધડો લઇ લીધો હતો. હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન રેમડેસિવિર ઇન્જેક્શનની અછત મુદ્દે પણ સરકારને બરાબરની આડે હાથ લીધી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ‘રાજ્યના નાગિરકોને કેમ આસાનીથી ઇન્જેક્શન નથી મળી રહ્યાં. ઝાયડસ હોસ્પિટલની બહાર કેમ લાંબી લાઇનો લાગે છે. જે લોકો ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે તે કંઇ મજા માટે ઉભા રહેતા નથી. ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાંથી જ મળે છે. શા માટે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જ ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓક્સિજન અને ઇન્જેક્શન હોમ ક્વોરન્ટાઇન લોકોને પણ આપી શકાય.’

હાઇકોર્ટે રૂપાણી સરકારને લીધી આડેહાથ

આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે ઇન્જેક્શનનું પ્રોડક્શન ઓછું હોવાથી તે જોઇએ તેટલા મળતા નથી. જે બાદ હાઇકોર્ટે ફરી કડક ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્યમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તે અમને ખબર છે. અમે તમને જે સૂચન કરેલા છે તે ફરી અમને ન કહો. ક્યા કારણોસર લોકો સુધી ઇન્જેક્શન નથી પહોંચતા તેમ અમને ખબર નથી પરંતુ અમારે જાણવું હશે તો અમે જાણી લઇશું. બાકી ગુજરાતમાં ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક છે તેમની અમને જાણ છે.

કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અતિગંભીર બની છે. અને આ મામલે આજે હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે. રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ છે.. કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણીને આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા આદેશ કર્યો છે.. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીરી પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આજે ચીફ-જસ્ટીસના વડપણવાળી બેંચ સુનાવણી કરશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33