GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : અમદાવાદ સિવિલમાં સાંજે ભૂલથી પણ ન જતા, કોરોનાના કેસો વધતાં આજે ટોપ લેવલની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

Last Updated on April 7, 2021 by

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સીવીલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં સાંજની ઓપીડી બંધ કરી તમામ સ્ટાફને કોવિડમાં મદદમાં લેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કેટલાંક કેસોમાં હોમ આઇસોલેશનમાં દર્દીને જરૂર પડે છે તો ઘરે જ રેમડેસીવીર આપવાનુ સૂચન પણ બેઠકમાં રજૂ થયુ હતુ. જો આ સૂચન અમલમાં મૂકાય તો ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આવે તેનો આંક ઘટી શકે છે.

ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓ આવે છે તેથી મૃત્યુ દર ઉંચો હોવાનું પણ બેઠક બાદ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યુ હતુ. તેમણે અમદાવાદના સિવિલ કેમ્પસમાં કોરોનાના દર્દી માટે બેડ ખૂટી પડે તેવી પરિસ્થિતિ હોવાની પણ શક્યતા વ્યકત કરી છે. બુધવાર બપોર સુધીમાં હોસ્પિટલ્સમાં 1 હજાર 185 બેડ ભરાયેલા હતા. મેડિસિટી અંતર્ગત કુલ 1400 બેડની વ્યવસ્થા હાલ છે. આવામાં બુધવાર બપોર સુધીમાં જ માત્ર  215 બેડ જ ખાલી હોવાની માહિતી આપી હતી. આ સ્થિતીમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને તેમના ઘરે જ ઇન્જેક્શન અપાય તેવી વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના પુરતો પુરવઠો હોવાની પણ માહિતી તેમણે આપી હતી.

સિવિલ

અમદાવાદમાં બેકાબૂ બનતા જતા કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલના તમામ રેકોર્ડ તૂટ્યા છે. મંગળવારે સિવિલમાં ઓપીડીમાં 600 જેટલા દર્દીઓ આવ્યા છે. જે પૈકી ઇમરજન્સીમાં 259 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. બારસો બેડની હોસ્પિટલમાં અત્યારે 887 દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ બારસો બેડની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી મધર એન્ડ ચાઇલ્ડ કેર હોસ્પિટલ બંધ કરી તેને જૂની સિવિલ  હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે કે મંજુશ્રી કિડની  હોસ્પિટલમાં 400 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહી છે અને આગામી ચાર સપ્તાહ દેશ માટે ખૂબ જ મહત્વના રહેશે… તેવી કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. સરકારે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવવા લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત કોવિડ નિયમોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે. નીતિ આયોગના સભ્ય વી. કે. પૌલે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના મહામારીની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને દંર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

કોરોના

દેશની મોટી વસતી પર હજી પણ કોરોનાનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે, કેન્ટેનમેન્ટ ઝોન જાહેર થાય, વધુ અસરકારક રીતે ટેસ્ટિંગ થવા જોઈએ, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજૂબત બનાવવું જોઈએ અને રસીકરણ અભિયાનની ગતિ વધારવી જોઈએ. તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનમાં હાલ ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાઈ રહી છે ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત કેટલાક સંગઠનોએ રસીકરણમાં ૪૫ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ આપવા માટે કેન્દ્ર સમક્ષ માગણી કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33