GSTV
Gujarat Government Advertisement

દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત અવ્વલ, સિવિલની આવી અત્યાધુનિક સુવિધાઓ તમે ક્યારેય નહીં જોઇ હોય

Last Updated on March 16, 2021 by

ગુજરાત સરકારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોઇ પણ જાતની કચાશ નથી રાખી. એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અનેકો અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. અહીંની આધુનિક સારવાર સમગ્ર એશિયામાં પ્રસંશનિય છે. જો કે હજુ પણ સિવિલ હોસ્પિટલની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે અને તે એ છે કે, સિવિલ હોસ્પિટલમાં 87 કરોડના ખર્ચે અનેક નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

ગુજરાત સરકાર જનસુવિધામાં વધારો કરવા હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. આરોગ્યલક્ષી સેવાઓ ઉત્તમથી સર્વોત્તમ બને તેવા હેતુસર અમદાવાદ સિવિલ હોસ્પિટલને જે આધુનિક સ્વરૂપ અપાયું છે કે જે માત્ર સમગ્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વસ્તરે નયનઅંજીત છે.

14.68 કરોડના ખર્ચે 21 અદ્યતન ઓપરેશન થિએટર તૈયાર કરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલ એટલે એવી હોસ્પિટલ કે જ્યાં દેશના કોઇ પણ ખૂણેથી આવતા દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સારી સારવાર મળી રહે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 14.68 કરોડના ખર્ચે 21 અદ્યતન ઓપરેશન થિએટર તૈયાર કરવામાં આવ્યાં છે.

5.6 કરોડના ખર્ચે CSSD – સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ તૈયાર કરાયો

જેમાં ઓર્થોપેડીક વિભાગમાં 7, સર્જરી વિભાગમાં 9 અને ઇએનટી-પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 5 અદ્યતન ઓપરેશન થિયેટરો તૈયાર કરવામાં આવ્યાં છે. માત્ર એટલું જ નહીં પરંતુ ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણોને સુરક્ષિત રાખવા ગુજરાત સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 5.6 કરોડના ખર્ચે કુલ 450 સ્ક્વેર ફીટ વિસ્તારમાં CSSD – સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસીઝ ડિપાર્ટમેન્ટ તૈયાર કરાયો છે.

સિવિલને વધુ આધુનિક બનાવવા 87 કરોડની ફાળવણી

આ સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ માટે કોમ્પ્યુટરાઇઝ્ડ રેડીયોગ્રાફીની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં 27 લાખના ખર્ચે CR સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેનાથી બહારથી આવતા દર્દીઓને તાત્કાલિક એકસરે મળી રહે છે જેનાથી દર્દીનો સમય બચી જાય છે. આ ઉપરાંત ગુજરાત સરકારે અમદાવાદ સિવિલને વધુ આધુનિક બનાવવા 87 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.

અદ્યતન ગાર્ડન સહિતની સુવિધા પણ ઊભી કરાશે

1200 બેડની આ હોસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સારવાર માટે સ્પેશિયલ રૂમ તેમજ દર્દીઓના પરિવારજનો માટે બેસવાની સુવિધા તેમજ 1 હજાર લોકો માટે રેનબસેરા તૈયાર કરાશે. 1200 બેડની આ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અદ્યતન ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરાશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આધુનિક સારવાર મેળવનારા સૌ કોઇ ગુજરાત સરકારે ઉભી કરેલી આધુનિક સુવિધાને વખાણીને ગુજરાત સરકારનો આભાર માનતા નજરે પડે છે. આ સમયે તેમને મળેલી સારવારનો સંતોષ તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હોય છે.

‘સર્વે ભવન્તુ સુખીન: સર્વેસન્તુ નિરામયા’ ના મંત્રને ભલીભાતી અનુસરીને ગુજરાત સરકાર દર વર્ષે આરોગ્ય ક્ષેત્રમાં વધુ સુખાકારી સાથેના બજેટની જાહેરાત કરે છે. આ જાહેરાત મુજબ કાર્ય અમલમાં મુકીને સુવિધાઓમાં વધારો કરીને વર્ષ દહાડે હજારો લાખો દર્દીઓની સફળ સારવારના આશીર્વાદ પણ ગુજરાત સરકારને પ્રાપ્ત થાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33