Last Updated on April 12, 2021 by
અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતક દર્દીના પરિવારજનોએ કરેલી બબાલના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. મૃતક બહેનના પરિવારજનોએ સિવિલમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને તબીબી સાથે મારામારી કરીને ધાકધમકી આપી હતી. જેના CCTV ફુટેજ પણ સામે આવ્યાં છે. સીસીટીવીમાં ત્રણ લોકો દાદાગીરી અને તોડફોડ કરતા નજરે પડ્યાં છે.
તમને જણાવી દઇએ કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ ભારે હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગાંઓએ કોરોના વોર્ડમાં કોમ્પ્યુટર અને CPU સહિતની વસ્તુઓની તોડફોડ કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલના RMO એ હોસ્પિટલ સ્ટાફ સાથે મારામારી અને તોડફોડ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી જેમાં ત્રણ લોકોની અટકાયત પણ થઈ છે.
- કોરોના સારવાર દરમ્યાન દર્દીનું મોત થતા પરિવારજનોએ મચાવ્યો હતો હોબાળો
- દર્દીના સગાંઓએ કોરોના વોર્ડમાં કોમ્પ્યુટર અને CPU સહિત વસ્તુઓની કરી તોડફોડ
- થલતેજ વિસ્તારના ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
- સોલા સિવિલના RMOએ હોસ્પિટલ સ્ટાફ સાથે મારામારી અને તોડફોડ કરવા અંગે નોંધાવી ફરિયાદ
- સોલા હાઇકોર્ટ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31