Last Updated on March 16, 2021 by
અમદાવાદમાં જાણે કે માનવતા મરી પરવારી હોય તેવી એક માહિતી સામે આવી છે. શહેરમાં તરછોડાયેલા લોકો તેમજ બાળકોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં નવજાત બાળકીઓનો પણ સમાવેશ થાય છે કે જે વાંચીને તમને પણ ગુસ્સો આવી જશે.
શહેરમાં માનવતા જાણે કે નેવે મુકાઇ ગઇ હોય તેમ હવે શહેરની સિવિલ હોસ્પિટલમાં તરછોડાયેલા લોકો અને નવજાત બાળકોને લઇ મોટો ઘટસ્ફોટ થયો છે કે જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અહીં વાત કરીએ છેલ્લાં 1 વર્ષની તો માત્ર 1 વર્ષમાં જ 11 નવજાત બાળકોને સિવિલ હોસ્પિટલમાં તરછોડી દેવામાં આવ્યાં છે. જે પૈકી મોટા ભાગની તો નવજાત બાળકીઓ જ હતી.
બીજી તરફ છેલ્લાં 1 વર્ષમાં કુલ 450 જેટલા બિનવારસી લોકો પણ સિવિલમાં આવ્યાં છે. દર મહિને સરેરાશ 30થી 40 જેટલાં વયસ્ક બિન વારસી લોકો અહીં આવે છે કે જેઓ તરછોડાયેલા લોકો હોય છે.
જે પૈકી મોટા ભાગના લોકો વૃદ્ધો હોય છે. તરછોડાયેલા વૃદ્ધોને સિવિલમાં સારવાર આપ્યા બાદ તેઓને વૃદ્ધાશ્રમ તેમજ ભિક્ષુક ગૃહમાં મોકલી આપવામાં આવ્યાં. જ્યારે કે નવજાત બાળકોને સારવાર બાદ શિશુ ગૃહમાં મોકલવામાં આવ્યાં છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31