GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ: સિવિલમાં એક જ દિવસમાં દાખલ થયા 100થી વધુ ઇમર્જન્સી કેસ, ખૂટી રહ્યા છે બેડ કથળી રહી છે સ્થિતિ

Last Updated on April 3, 2021 by

અમદાવાદ સહીત ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યરે સૌથી વધુ ખરાબ હાલત રાજ્યની હોસ્પિટલોની છે. તેમાં પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 100 થી વધુ ઇમર્જન્સી કેસ દાખલ થયા છે. તો 1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ થઇ ગઈ છે.

અમદાવાદમાં ગુડ ફ્રાઇડેના દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

સિવિલ

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 11 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ-સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થઇ થયું છે.

તો આજદિન સુધીમાં કુલ 4539 લોકોના મોત થઇ ચૂક્યા છે. હજુ પણ 158 દર્દીઓની હાલત ગંભીર છે જેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 13559 લોકોની કોરોનાની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2066 દર્દીઓ સાજા થતા આજદિન સુધીમાં કુલ 2 લાખ 94 હજાર 650 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ત્યારે નજર કરીએ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયેલા કેસો પર તો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33