GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ શહેરનાકોણ બનશે મેયર? ભાજપ તમામ કોર્પોરેશનના હોદ્દેદારોના નામની એક સાથે જાહેરાત કરશે, કોંગ્રેસના નથી હજુ ઠેકાણાં

Last Updated on March 1, 2021 by

ગુજરાત રાજ્યની રવિવારે પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાન પુરૂ થયા બાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ અમદાવાદ સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેયર સહિતના અન્ય હોદ્દેદારોની એક સાથે જાહેરાત કરશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમદાવાદ સહિતના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી પુરી થયા બાદ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી હોવાના કારણે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકી નહતી. વિધાનસભા સત્રની શરૂઆત થતી હોવાથી પાર્લામેન્ટ્રી બોર્ડ વિધાનસભાના પહેલા દિવસની કામગીરી પુરી થયા બાદ મળશે જેમાં તમામ મહાનગરપાલિકાઓના મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવશે.

ભાજપ

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકી નહતી

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી શકી નહતી

અમદાવાદમાં આ વખતે શિડયુલ કાસ્ટના  મેયરની પસંદગી કરવાની હોવાથી ઘણી સ્પર્ધા જોવા મળી રહી છે. અમદાવાદમાં કંગાળ દેખાવ સાથે માત્ર 24 બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષના નવા ચૂંટાયેલા કોર્પોરેટરની પહેલી બેઠક કયારે બોલાવવી? વિપક્ષનેતા તરીકે કોને બેસાડવા એ અંગે હજુ સુધી કોઈ તૈયારી કરાઈ ના હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસ

વિપક્ષનેતા તરીકે કોને બેસાડવા એ અંગે હજુ સુધી કોઈ તૈયારી કરાઈ ના હોવાનું જાણવા મળ્યું

જયારે બીજી તરફ જમાલપુરમાંથી ચાર અને મકતમપુરામાંથી ત્રણ એમ સાત બેઠક મેળવનારા ઔવેસીની પાર્ટી તરફથી તેમના નેતા તરીકે અગાઉ કોંગ્રેસમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા અને હાલ ઔવેસીની પાર્ટીમાંથી જમાલપુર વોર્ડમાંથી ચૂંટાયેલા રફીક શેખની નિમણૂંક કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33