Last Updated on March 31, 2021 by
અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા .ત્યારે જો આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.
દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ
- સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીના ઇતિહાસનું પુનરાવર્તન
- માર્ચ 2020 જેવીજ સ્થિતિ ફરીથી માર્ચ 2021 માં થઈ
- 4 થી 5 દિવસમા 1200 બેડ હોસ્પિટલ ફૂલ થઇ શકે છે
- દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100 થી 125 કોરોનાના ગંભીર સ્થિતિ સાથે દર્દીઓ દાખલ થઈ રહ્યા છે
- 1200 બેડ હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને બીજે ક્યાંય રાખવાનો વિકલ્પ શું ? તંત્ર માટે પણ પ્રશ્નાર્થ
4 થી 5 દિવસમા 1200 બેડ હોસ્પિટલ ફૂલ થઇ શકે
- ગઈ કાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 123 દર્દીઓ દાખલ થયા છે
- હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 493 દર્દીઓ સારવાર હેઠળ છે
- હવે માત્ર 420 જેટલા બેડ ખાલી છે જેમાં દરરોજ 125 થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે
- 1200 બેડ હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓ ને પણ પડશે મોટી હાલાકી
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ જવા પામ્યા છે.કુલ ૨,૯૬૬ બેડ પૈકી ૧૬૦૬ બેડ પર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. હવે ૧૩૬૦ બેડ ઉપલબ્ધ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોવિડ બેડની પરિસ્થિતિ..
બેડનો પ્રકાર | કુલ બેડ | ખાલી બેડ |
આઈસોલેશન | ૧૧૮૮ | ૫૯૩ |
એચ.ડી.યુ. | ૧૧૨૭ | ૪૫૧ |
આઈ.સી.યુ.વીથઆઉટ વેન્ટિલેટર | ૪૨૧ | ૧૯૧ |
આઈ.સી.યુ.વીથ વેન્ટિલેટર | ૨૩૦ | ૧૦૫ |
ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા વધારે ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.ગાંધીનગર સચિવાલય ખાતે અનેક રાજનેતાઓ સહિત સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે,અત્યાર સુધી ગાંધીનગરમાં 6 ટેસ્ટીંગ સેન્ટરો ઊભા કરાયા હતા..જેમાં આરોગ્ય વિભાગ દ્વાર વધુ 3 ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજ રોજ રાજ્યમાં નોંધાયેલા નવા 2220 કેસ વચ્ચે વધુ 10 લોકોના મોત થતા કુલ આંક 4510 એ પહોંચ્યો છે. ત્યારે હજુ પણ તંત્ર ચિંતાગ્રસ્ત સ્થિતિમાં જ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રિ કરફ્યુની સાથે-સાથે જાહેર સ્થળો પર પણ પ્રતિબંધ મૂકી દેવાયા છે.
ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ હોય તેવાં વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલમાં અમદાવાદમાં કુલ 266 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે.
રાજ્યમાં 3 અધિકારીઓના કોરોનાથી મોત
આ સાથે જ વધુ 10ના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 4510 એ પહોંચી ગયો છે. ત્યારે તાજેતરમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. આ શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન પોતે લેખિકા પણ હતાં. તેઓએ દીકરીઓ માટે ‘ખીલતી કળીને વ્હાલ’ પુસ્તક પણ લખ્યું હતું. આ સિવાય સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.
રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો
ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના 4 મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31