GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો હાહાકાર/ અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ સંક્રમિત, થયા હોમ ક્વોરન્ટાઇન

Last Updated on April 5, 2021 by

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે તો બીજી બાજુ હવે ગુજરાતમાં રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. એવામાં તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. રાજેશ ભટ્ટ સહિત ઉપરાંત ફાયરના 11 જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.

ગુજરાતમાં આજ રોજ નોંધાયા વધુ રેકોર્ડબ્રેક કેસ

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા છે. રાજ્યમાં સતત કોરોનાની રસીકરણની પ્રક્રિયા ચાલુ છે છતાં કોઇ પણ રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. રાજ્યમાં આજ રોજ વધુ 3160 નવા કોરોનાના કેસો નોંધાયા છે તો બીજી બાજુ 2028 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,00,765 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.52 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 16,252 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 167 લોકો વેન્ટિલેટર પર છે અને 16,085 લોકો સ્ટેબલ છે. 3,00,765 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4581 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 15 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.

અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે. શહેરમાં કોરોના સંક્રમણનો વ્યાપ જે પ્રમાણે વધી રહ્યો છે. એને જોતા હવે તો શહેરીજનોમાં પણ એવી ચર્ચા ચાલી રહી છે કે,શહેરમાં નોંધાઈ રહ્યાં છે એથી ઓછા કેસ બતાવવામાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં એકિટવ કેસની સંખ્યા વધીને 1869 ઉપર પહોંચી છે. શહેરમાં બે દિવસમાં કુલ મળીને કોરોનાના 1310 કેસ નોંધાતા પરિસ્થિતિ ગત વર્ષની જેમ ચિંતાજનક બની હોવાના અણસાર મળી રહ્યાં છે.

અમદાવાદમાં કોરોનાના કુલ મળીને રવિવારે 70948 કેસ નોંધાયા

રવિવારે કુલ 600 દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 66705 લોકો કોરોનાની સારવારથી મુકત થયા છે.રવિવારે ચાર દર્દીઓના મોત થતાં અત્યાર સુધીમાં કુલ 2314 લોકોના મરણ થવા પામ્યા છે.અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ફરી એક વખત શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33