Last Updated on March 3, 2021 by
અમદાવાદમાં અર્બન હોસ્પિટલમાં પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાયું છે. જો કે, અર્બન હેલ્થ સેન્ટર પર આવતા વૃદ્ધોએ વેક્સિન લેવા માટે ધક્કા ખાવા પડે છે. ચાંદખેડામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. ત્રણ તારીખનું વેક્સિનેશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન હોવા છતાં વૃદ્ધોને વેક્સિન અપાતી નથી. દરરોજના માત્ર 50 ટકા લોકોને ટોકન આપ્યા હોવાનું કહીને પાછા ધકેલવામાં આવે છે. રજીસ્ટ્રેશન માટે આધારકાર્ડ પણ માન્ય ન રાખતા અનેક લોકો રસી લીધા વગર પાછા ફર્યા હોવાનો આરોપ છે.
કોરોના વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વેક્સિનને લઈને રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી માટેના આદેશ આપવામાં આવ્યાં છે, જેને લઈને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લામાં સર્વેની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે. કોરોનાની વેક્સિન તમામ લોકોને મળે એ માટેના સરકાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે હવે રાજ્યમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે તમને જણાવી દઇએ કે, કોરોના વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જેથી અમદાવાદમાં કેટલાંક લોકોએ કોરોના વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ શરૂ કર્યું છે પરંતુ તેમ છતાં તેઓ કોરોના વેક્સિન લેવામાં બાકાત રહે છે.
અમદાવાદના ચાંદખેડાના અર્બન હેલ્થ સેન્ટરમાં રોજના માત્ર 50 ટકા લોકોને જ વેક્સિન લેવા માટે ટોકન આપવામાં આવે છે એવું બહાનું બતાવીને વૃદ્ધોને પરત ધકેલવામાં આવે છે. માત્ર એટલું જ નહીં પરંતુ રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડને પણ માન્ય ન રાખીને અનેક લોકો વેક્સિનનો ડોઝ લીધા વગર જ ઘરે પરત ફરી રહ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ
ઉલ્લેખનીય છે કે, 1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ થયો છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 45 થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસમાં 60થી વધુ વય ધરાવતા 1,802 નાગરિકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45થી 59 વય ધરાવતા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા 285 નાગરિકોને રસી આપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસમાં 1,802 લોકોને રસી અપાઇ
જિલ્લા આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ અંતર્ગત 1 માર્ચે- 756 લોકોને, 2 માર્ચે- 928 લોકોને,જ્યારે 3 માર્ચે -118 લોકોને રસી આપવામાં આવી છે. આમ, ત્રણ દિવસમાં 1,802 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45 થી 59 વય ધરાવતા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ હેઠળ 1 માર્ચે- 83 લોકોને, 2 માર્ચે- 162 લોકોને અને 3 માર્ચે- 40 લોકોને રસી આપવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31