Last Updated on February 27, 2021 by
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કારના કાચ તોડીને કીમતી વસ્તુઓની ચોરી કરત ગેંગ સક્રિય થઈ હોય તેવા અનેક બનાવો સામે આવ્યા હતા. જો કે, હવે કારનો દરવાજો ખોલીને સોનાના કીમતી દાગીનાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. જુહાપુરાનો એક પરિવાર બરોડાથી પરત ફરીને ખાનપુરની એક હોટલમાં જમવા માટે ગયો ત્યારે કોઈ ગઠિયો કારનો દરવાજો ખોલીને દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયો છે.
જુહાપુરામાં રહેતા અને ઉબેર કંપનીમાં ગાડી ચલવતા દાનીસ શેખે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તે ૨૬મી ફેબ્રુઆરીએ રાત્રે તેની પત્ની અને બાળકો સાથે બરોડાથી અમદાવાદ આવ્યા હતા. જેમને જમવાનું બાકી હોવાથી તેઓ ખાનપુર વિસ્તારમાં આવેલ હોટલ અરે બીજમાં જમવા માટે ગયા હતા.
જોકે બરોડા થી પરત ફરતી વખતે તેમની પત્નીએ સોનાના દાગીના અને રૂપિયા પાંચ હજાર રોકડા પ્લાસ્ટિકની બેગમાં મૂકીને કપડાં ભરેલ થેલા માં મુક્યા હતા અને આ પેલો તેઓ ગાડીમાં મૂકીને હોટલમાં જમવા માટે ગયા હતા. જોકે એકાદ કલાક બાદ તેઓ જમીને પરત ફર્યા તો દાગીના અને કપડાં ભરેલ બે ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જેથી તેમણે બેગમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રોકડા રૂપિયા ૫ હજાર સહિત રૂપિયા ૨ લાખ ૩૦ હજાર ના દાગીના ગાયબ હતા. ફરિયાદીએ આસપાસમાં તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું જેથી સમગ્ર ઘટનાની જાણ તેઓએ પોલીસને કરી હતી.
પોલીસ હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે બે દિવસ અગાઉ પણ નારણપુરા વિસ્તારમાં જગુઆર ગાડીનો કાચ તોડીને રૂપિયા 30 હજાર રોકડા અને કેટલાક મહત્વના દસ્તાવેજોની ચોરીનો બનાવ સામે આવ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31