Last Updated on April 1, 2021 by
એક તરફી પ્રેમમાં અંધ બનેલા લોકો ક્યારેક એવું પગલું ભરી લે છે કે જીવનભર તેઓએ પસ્તાવાનો વખત આવે છે. આવો જ એક બનાવ અડાલજ વિસ્તારમાં જોવાં મળ્યો છે. પ્રેમ સંબંધમાં બ્રેક-અપ થઈ જતા સમાધાનના બહાને પ્રેમી પ્રેમિકાને ઘરેથી અડાલજ ગામની સીમમાં આવેલા દાહોર તળાવ બાજુ લઈ ગયો અને ગળું દબાવીને તેની હત્યા કરી દીધી અને બાદમાં લાશને તળાવમાં ફેંકી દીધી હતી. જો કે, બાદમાં પ્રેમી પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
મૂળ રાજસ્થાનના અને અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવાન પ્રવીણભાઈ મારવાડીને તેની નજીકમાં રહેતી એક કિશોરી સાથે દોઢેક વરસ પહેલાં પ્રેમ થઈ ગયો હતો. જો કે છેલ્લાં બે મહિનાથી તેમની વચ્ચે બ્રેક અપ થઇ ગયું હતું. જેના સમાધાન માટે ગઈ કાલે સાંજે આરોપી કિશોરીને લઈને અડાલજ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા દાહોર તળાવ પાસે લઈ ગયો હતો. જ્યાં બંને વચ્ચે સમાધાનની વાતને લઇને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જેમાં આરોપીએ કિશોરીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. બાદમાં તેના મૃતદેહને પણ તળાવમાં ફેંકી દીધો હતો. બાદમાં પોતે જ અડાલજ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ તેને પોલીસને કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લઇને કિશોરીનો મૃતદેહ તળાવ માંથી બહાર કાઢીને તેને તુરંત પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. હવે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31