Last Updated on March 7, 2021 by
અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ પાસે સર્વે નંબર 230માં પાટીદારોનું સ્મશાન હતુ તે રાતો રાત ગાયબ કરી દેવાયું છે. તેમજ બીજી તરફ સર્વે નંબર-2માં રહેણાંક વિસ્તાર છે. ત્યાં ઠાકોર સમાજના સ્મશાનમાં કોઈપણ જાતની પરવાનગી વિના રાતોરાત ગેરકાયદે બાંધકામ શરૂ કરી દેવાયુ છે. જેને લઈને આજે રહીશોએ ધરણા કર્યા છે.
ગેરકાયદે સ્મશાન નિર્માણ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહયુ છે. જે સ્થળે સ્મશાનનું કામ ચાલે છે. તે રહેણાંક વિસ્તાર છે. આસપાસ અનેક સોસાયટીઓ આવેલી છે. બાળકોની સ્કૂલ પણ નજીક છે. આ વિસ્તારના બાળકો ઘરમાં ગોંધાઇ રહેવા મજબૂર બન્યા છે. સિનિયર સિટિઝન સ્મશાનને અડીને આવેલા મંદિર કે બગીચામાં જતા ખચકાટ અનુભવે છે.
બોપલમાં બની રહેલા આ સ્મશાનને લઈને પરેશાન સ્થાનિકોએ તત્કાલીન નગરપાલિકાથી લઇને ઔડા, મ્યુનિસિપલ કમિશનર..તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુધી રજૂઆત કરી છે. પરંતુ આ વિસ્તારના રહીશોની વાતને જાણે હવામાં ઉડાવી દેવાઇ હોય તેવી રીતે માત્ર ઠાલા વચનો આપીને મૌખીક સાંત્વના જ આપવામાં આવી છે.
એટલુ જ નહી કોર્પોરેશન અને ઔડાએ પણ સ્મશાન બાંધકામ માટે કોઈ ગ્રાન્ટ ફાળવી ન હોવાની સ્પષ્ટતા કરી છે. પરંતુ કરફ્યુ કાળમાં રાતના સમયે ગેરકાયદે સ્મશાનનું નિર્માણનું કામ ચાલે છે. ત્યારે પરેશાન સ્થાનિકોએ આજે કોવિડના નિયમો સાથે ધરણા શરૂ કર્યા છે. તેમજ ચારહજાર માનવ જીંદગીઓને નર્કાગારમાંથી મુક્તિની માંગ કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31