Last Updated on March 2, 2021 by
અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75 ટકા અને તાલુકામાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે.
- અમદાવાદ જિલ્લામાં 19 બેઠક પર ભાજપની અને 3 બેઠક પર કોંગ્રેસની જીત, 22 બેઠકનું પરિણામ જાહેર
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 54 બેઠક પર ભાજપની જીત, તાલુકા પંચાયતમાં 61 સીટથી આગળ
- અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24 બેઠકોમાં 20 પર ભાજપ અને 4 બેઠક પર અન્યનો વિજય.
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 24 બેઠક પર ભાજપની જીત, 4 અન્યના ફાળે
- અમદાવાદની તાલુકા પંચાયતમાં 55 બેઠકનું પરિણામ જાહેર, ભાજપે 35 સીટ પર કબજો જમાવ્યો, 17- કોંગ્રેસ, અપક્ષ-3
મહત્વની અપડેટ્સ
- અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત: હાર્દિકના વતન વિરમગામમાં કોંગ્રેસની હાર- ભાજપની 7 સીટ પર જીત
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 24 બેઠક પર ભાજપની જીત, 4 અન્યના ફાળે
- અમદાવાદની તાલુકા પંચાયતમાં 55 બેઠકનું પરિણામ જાહેર, ભાજપે 35 સીટ પર કબજો જમાવ્યો, 17- કોંગ્રેસ, અપક્ષ-3
- અમદાવાદ જિલ્લામાં નગરપાલિકાની 54 બેઠક પર ભાજપની જીત, તાલુકા પંચાયતમાં 61 સીટથી આગળ
- અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 24 બેઠકોમાં 20 પર ભાજપ અને 4 બેઠક પર અન્યનો વિજય.
- ધોળકા નગર પાલિકામાં વોર્ડ નંબર 1-2-3માં ભાજપની જીત
- વિરમગામ તાલુકા પંચાયતમાં 20 સીટમાંથી 7 ભાજપની
- અમદાવાદમાં 11 જિલ્લા પંચાયતમાં ભાજપની જીત
- વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નં-3માં ભાજપનો 3 સીટો પર વિજય, એક સીટ પર અપક્ષની જીત
- વિરમગામ નગરપાલિકા 9 વોર્ડ અને 36 સીટો ભાજપ : 12 કોંગ્રેસ :0 અપક્ષ : 2
- અમદાવાદમાં જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોમાં દેરાણી-જેઠાણી બંને વિજેતા બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ધોળકામાં દેરાણી જેઠાણીની જીત થઈ છે.
- આંબારેલી તાલુકા પંચાયતમાં દેરાણી કમળાબેન વેગડાની જીત થઈ છે. જ્યારે કૌકા જિલ્લા પંચાયતમાં જેઠાણી બાલુબેન વેગડાની જીત થઈ છે.
- ભાજપે કોંગ્રેસ પાસેથી જિલ્લા પંચાયતની કૌકા બેઠક આંચકી લીધી છે. બાલુબેન વેગડાએ જિલ્લા પંચાયતની કૌકા બેઠક પર વિજય થયો છે. 2015માં જીતેલી કૌકા બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે વિજય મેળવ્યો છે.
- વિરમગામ તાલુકા પંચાયતની ગોરૈયા બેઠક પર ભાજપનો વિજય ભાજપના બબીબેન પરમારનો વિજય વિરમગામ તાલુકા પંચાયત કુલ 20 સીટો ભાજપ : 5 કોંગ્રેસ :0 અપક્ષ : 0
- અમદાવાદ 13 તાલુકા પંચાયતનું પરિણામ જાહેર : 11 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે સાણંદમાં 4 બેઠક ભાજપ બાવાળામાં 1 ભાજપ 1 કોંગ્રેસ દસક્રોઈમાં 6 ભાજપ 1 કોંગ્રેસ
- અમદાવાદ જિલ્લા પંચાયતની ઘોડા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ
- વિરમગામ માં મતગણતરીનો મુદ્દો, વિરમગામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચાર બેઠક ની મતગણતરીમાં વિલંબ, તંત્રની બેદરકારીના કારણે મતગણતરી શરુ ના થઇ શકી
- અમદાવાદ જિલ્લો – સાણંદ તાલુકા પંચાયત નું પ્રથમ પરિણામ જાહેર, સાણંદ તાલુકા પંચાયતની ચાંગોદર સીટ ઉપર ભાજપની જીત, ભાજપના ઉમેદવાર હંસાબેન ગોપાલભાઈ વાઘેલાની જીત.
- વિરમગામ તાલુકા પંચાયતની ઘોડા બેઠક પર ભાજપની જીત, ઘોડા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર દુર્ગાબેન કોળી પટેલની જીત
- વિરમગામ નગરપાલિકા: ભાજપ-4, કોંગ્રેસ-0, કુલ 36 બેઠક: ભાજપે કોંગ્રેસ નો ગઢ તોડ્યો. વોર્ડ-1 ની 4 બેઠક ભાજપ જીત.
- વિરમગામ તાલુકા પંચાયતની થોરીથાંભા બેઠક પર ભાજપની જીત. થોરીથાંભા તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવાર ચંદ્રાબેન કોળી પટેલનો વિજય
- ધંધુકા તાલુકા પંચાયતની આકરું બેઠકક પર કોંગ્રેસની જીત ,કોંગ્રેસના ઉમેદવાર રેખાબેન પટેલનો વિજય
- ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબેન કિરીટસિંહ બિહોલા 10353 મતે વિજય
- અમદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે.
- દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય
જિલ્લો-અમદાવાદ | ||||
અમદાવાદ જિ.પંચાયત | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
આગળ- | 34 | 0 | 0 | 0 |
કુલ ન.પાલિકા-03 | આગળ | ભાજપ:00 | કોંગ્રેસ:00 | |
નગરપાલિકા | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
ધોળકા | 36 | 14 | 1 | |
વિરમગામ | 36 | 10 | 6 | |
બારેજા | 24 | 20 | 4 | |
કુલ તા. પંચાયતો-09 | આગળ | ભાજપ:61 | કોંગ્રેસ:25 | 03 |
તાલુકા પંચાયત | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
સાણંદ | 24 | |||
ધોલેરા | 16 | |||
ધોળકા | 22 | |||
દેત્રોજ-રામપુરા | 16 | |||
ધંધૂકા | 16 | |||
માંડલ | 16 | |||
બાવળા | 18 | |||
વિરમગામ | 20 | |||
દસક્રોઇ | 28 | 1 |
નગરપાલિકાની 314માંથી 300 બેઠકો માટે ચૂંટણી યોજાઇ
અમદાવાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની કુલ 314માંથી 300 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત 14 બેઠકો બિનહરીફ જાહેર થઇ હતી અને 806 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાંથી ખુલશે. 2015માં અમદાવાદની બોપલ-ઘુમા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 34 ભાજપને મળી હતી. જ્યારે એક કોંગ્રેસને મળી હતી અને એક બિનહરીફ જાહેર થઈ હતી. ધોળકા નગરપાલિકાની 36 બેઠકો પૈકી 26 બેઠકો ભાજપ અને 9 બેઠકો કોંગ્રેસને મળી હતી. જ્યારે વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો પૈકી 17 ભાજપ, 11 કોંગ્રેસ અને 3 બેઠક અપક્ષને મળી હતી. જ્યારે 5 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31