Last Updated on March 9, 2021 by
અમદાવાદના ભાજપના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે ASI સાથે દાદાગીરી કરી છે. પ્રદીપ પરમારે પોતે તો માસ્ક પણ પહેર્યું ન હતું અને ASI નો હાથ ખેંચીને મન ફાવે તેમ બોલતા નજરે પડ્યાં.
આમ, તો નેતાઓ પ્રજાના સેવક કહેવાય પરંતુ ધારાસભ્યનો રૂઆબ તો એવો હતો કે જાણે પોલીસ ખાતાને ખિસ્સામાં લઈને ફરતા હોય. પોતે માસ્ક નથી પહેર્યું એટલે દંડ આપવાની વાત તો છોડો પરંતુ ઉલ્ટાનું ધારાસભ્ય વટ પાડીને ASI ને સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી પણ આપી દીધી.
શાહીબાગ વિસ્તારમાં F ડિવિઝન ટ્રાફિકના પોલીસકર્મીઓ દ્વારા ટોઈંગ ક્રેન દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યાં હતાં. એ દરમિયાન રાજસ્થાન હોસ્પિટલ સામે રોડ પર પાર્ક કરેલા વાહનના ટોઈંગ દરમ્યાન ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ ત્યાંથી પોતાની કારમાં પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે તેઓ પણ ત્યાં ઊભા રહ્યાં હતાં અને ટોઈંગ ક્રેનના ઇન્ચાર્જ ઉદેસિંહ પટેલને નીચે બોલાવ્યા હતાં. ત્યાર બાદ પોતે ધારાસભ્ય હોવાનો રોફ જમાવ્યો હતો.
ધારાસભ્ય પ્રદીપ પરમારે ASI ઉદેસિંહ પટેલનો હાથ ખેંચીને કહ્યું હતું કે, ‘ઊભા રહો અહીં’. ત્યારે ASIએ કહ્યું કે, ‘હાથ ના પકડો તો ધારાસભ્યએ કહ્યું કે, હાથ શું બધું પકડીશ. ત્યાર બાદ ધારાસભ્યએ પોતાની સાથે આવેલ વ્યક્તિને ASI નો ફોટો પાડવા તેમજ બક્કલ નંબર જાણવા કહ્યું હતું. બાદમાં ભાજપના ધારાસભ્યએ રૂઆબ દેખાડતા કહ્યું કે, ‘હું કહું એટલે ઉભું રહેવાનું, નહીંતર સસ્પેન્ડ થઈ જશો, 2 જ મિનિટમાં પટ્ટા ઉતરી જશે, ઓળખો છો મને?’
ત્યાર બાદ ટોળું એકઠું થઈ જતાં ધારાસભ્યએ કહ્યું કે, ‘આ શીખવાડ્યું છે તમને લોકોને, મારી જોડે ઊભા રહો નહીં તો યાદ કરશો, ક્યાં જતાં રહેશો ખબર પણ નહીં પડે.’ આટલું કહીને ધારાસભ્ય પ્રદીપ પરમારે ટ્રાફિક DCP તેજસ પટેલને ફોન લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘ઉદેસિંહ નામના જમાદાર છે, 3693 બકલ નંબર છે. તેઓ રાજસ્થાન હોસ્પિટલ તરફ દિવસમાં 50 વખત ક્રેન લઈને આવે છે અને વાહન ટોઈંગ કરે છે. પેલો બિચારો દવા લેવા ગયો છે, મારી સામે દવા લેવા ગયો છે અને એનો માણસ દોડીને ગાડી લેવા જાય છે. શું માણસ દવા લેવા ના જાય.’ એમ કહીને DCP સાથે ASI ને વાત કરાવી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31