GSTV
Gujarat Government Advertisement

અમદાવાદનો આજે 611મો સ્થાપના દિવસ, શહેરનું નામ કર્ણાવતી કરવાની ઝુંબેશ શરૂ

Last Updated on February 26, 2021 by

ગુજરાત રાજ્યનું હેરીટેજ સીટી એટલે અમદાવાદ શહેર. અમદાવાદ શહેરનો 611મો સ્થાપના દિવસ છે. ત્યારે ફરી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા જાગી છે. મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા અને અમદવાદ કોર્પોરેશનમાં ફરી ભાજપ જંગી બહુમતીથી સત્તા પર આવ્યું છે.

અમદાવાદ

ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ઝુંબેશ પણ શરૂ થઈ છે. ભાજપ વર્ષોથી અમદાવાદને કર્ણાવતી નામ આપવાની વાતો કરતું આવ્યું છે. અગાઉ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ અમદાવાદના નામને બદલી કર્ણાવતી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદના તબીબ વસંત પટેલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી આ અંગે રજુઆત કરી છે.

 પુરાતત્વીય પુરાવા મુજબ અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે. અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામના શહેરની સ્થાપના કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33