Last Updated on March 4, 2021 by
અમદાવાદમાં જે વાતની દહેશત હતી તે દહેશત સાચી ઠરી છે. અમદાવાદમાં બર્ડ ફલૂનો કેસ સામે આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી (મરઘા) ફાર્મમાં એક પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તકેદારીના ભાગ રૂપે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જે જાહેરનામાં મુજબ માસ, મટન અને પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત ઇંડા અને ખાદ્ય પદાર્થોનો પણ નાશ કરી દેવાનો હુકમ અપાયો છે.
અગાઉ ભાવનગરના મહુવા પંથકમાં 15 પક્ષીઓના મોત થયા હતાં
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ભાવનગરના મહુવા પંથકમાં પણ બર્ડ ફ્લૂની દહેશત ફેલાઇ હતી. જે અંતર્ગત મહુવાના કોટિયા ગામે 15 પક્ષીઓના મોત થયા હતાં. શ્રમિકોમાં મરઘીઓના મોતથી ચિંતાનો માહોલ છવાયો હતો. જ્યાર બાદ વેટરનીટી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે એક વાર ફરીથી રાજ્યમાં બર્ડ ફલૂનો પગપેસારો થયો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એક પોલ્ટ્રી (મરઘા) ફાર્મમાં એક પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી કલેકટરે માસ, મટન અને પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવા તેમજ ઇંડા અને ખાદ્ય પદાર્થોનો પણ નાશ કરી દેવાનો જાહેરનામામાં હુકમ કર્યો છે.