GSTV
Gujarat Government Advertisement

વાલીઓ સાવધાન! ક્રાઇમ સીરિયલ જોઇને સગીરે મિત્રો સાથે મળી કર્યું એવું કારસ્તાન કે થઇ ગયા જેલ ભેગા

Last Updated on February 26, 2021 by

અમદાવાદના બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝનને ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવી હોવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક સગીર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યાં છે. જો કે મહત્વનું છે કે, આ ઘટનામાં લૂંટ માટે પ્લાન ધડનાર સગીર હોવાનું સામે આવ્યું છે. જો કે તમને જાણીને નવાઇ લાગશે કે, આખરે કેમ પાડોશી સગીરે લૂંટ કરી.

NRI સિનિયર સીટીઝનના ઘરે લૂંટ ચલાવવા માટે પાડોશી સગીરે પ્લાન બનાવ્યો હતો. આ ઘટનામાં ક્રાઇમ સીરિયલ જોઈને પાડોશી સગીરે લૂંટનો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. 25મી તારીખે મોડી રાત્રે ઘરમાં ઘુસીને સિનિયર સીટીઝનના આંખમાં મરચાંની ભૂકી નાખીને ટીવી, મોબાઈલ, દાગીનાની લૂંટ ચલાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે સગીર સહિત ચાર લોકોને ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. જો કે આ ઘટનામાં જાણવા મળ્યું કે, આરોપી સગીર નશાના રવાડે ચઢેલો હોવાથી લૂંટ કરી હતી.

NRI સિનિયર સીટીઝનની આંખમાં મરચાંની ભૂકી નાખી આંધળી લૂંટ

શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આનંદજી કલ્યાણજી જૈન સોસાયટીમાં NRI નરેન રતિલાલ શાહ 7 વર્ષથી રહે છે. જેઓના ઘરે 3 જેટલાં લૂંટારૂઓ ગત 25 ફેબ્રુઆરીના રોજ NRI નરેન શાહના ઘરે પહોંચ્યાં હતાં અને જેક અકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું હતું. જો કે પોતાના નામથી બુમ પાડતા દરવાજો ખોલતાની સાથે જ 3 જેટલા લૂંટારૂઓ સિનિયર સીટીઝન આંખમાં ભૂકી નાખી અને બંધક બનાવીને ઘરમાં રહેલ ટીવી, મોબાઈલ , ઘરેણાંની ચોરી કરીને ફરાર થઈ ગયા હતાં. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ મામલે લૂંટ માટેની ટીપ આપનાર પાડોશી સગીરની અટકાયત કરી છે.

સગીર સહિતના આરોપીઓ એમ.ડી જેવાં ડ્રગ્સના રવાડે

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, ‘આ સમગ્ર ઘટનામાં કોઈ સ્થાનિક આરોપી હોવાનું સામે આવ્યું હતું અને તપાસમાં પણ એ જ સામે આવ્યું. આ ઘટનામાં સગીરે પોતાના અન્ય સાગરીતોને કહીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સગીર સહિત આરોપીઓ એમ.ડી જેવા ડ્રગ્સનો નશો કરે છે કે જેઓને નશા માટે પૈસાની જરૂર હોવાથી આ ઘટનાને અંજામ આપ્યો છે.

માત્ર એટલું જ નહીં પરંતુ સગીરને આ સ્ટાઇલમાં લૂંટ કરવાનો વિચાર પણ ક્રાઇમની સિરિયલો પરથી આવ્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની ધરપકડ કરી છે પરંતુ આ ગુનામાં અન્ય 2 લોકો હજુ પણ ફરાર છે કે જેમની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ કિસ્સો અનેક માતા-પિતા માટે લાલ બત્તી સમાન છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33