Last Updated on April 2, 2021 by
અમદાવાદ વડોદરા હાઈવે પર સફર કરવી હવે મોંઘી બનશે. રાજ્યના વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે ૪૮ જે હવે સુપર નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે તેના પર મુસાફરી ફરી એક વખત મોંઘી બની છે. વાસદ ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૃા.૫ સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાનના દરમાં રૃા.૫ સહિત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો
આમ વડોદરાથી નડિયાદની આગળ વાત્રજ નદી પાસે રઘવાણજ ટોલ પ્લાઝા સુધી હવે વધારાની રકમ ચૂકવવી પડશે. હવે તમામ દરો માત્ર ફાસ્ટેગ દ્વારા જ ચૂકવવાના રહેશે. રઘવાણજ ટોલ પ્લાઝાથી અમદાવાદ જવા માટે વાહનચાલકોએ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા નક્કી કરાયેલા દરો વધારાના ચૂકવવા પડશે.
જો કે ટોલ પ્લાઝાથી ૨૦ કિલોમીટરની અંદર રહેતી વ્યક્તિ જેમણે પોતાના વાહનનું રજિસ્ટ્રેેશન બિનધંધાકીય વાહન તરીકે કર્યુ છે તેમણે ે પ્રતિ મહિનાના રૃા.૨૪૫ આપવા પડશે.
વાહન | જુના દર | નવા દર | રિટર્ન દર |
કાર,જીપ, વાન | ૧૨૫ | ૧૩૦ | ૧૯૫ |
મીનીબસ | ૧૯૫ | ૨૦૦ | ૩૦૦ |
બસ, ટ્રક | ૪૦૦ | ૪૧૦ | ૬૧૫ |
૩ એક્સલ વાહન | ૪૩૫ | ૪૫૦ | ૬૭૫ |
૪થી ૬ એક્સલ | ૬૧૦ | ૬૩૦ | ૯૪૫ |
કોરોનાના કારણે ગયા વર્ષે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાર સિવાયના દરેક વાહનોના ટોલના દરોમાં વધારો કરાયો હતો. આ હાઇવે પર એક વર્ષ સુધી કારચાલકોને ટોલના દરોમાં રાહત રહ્યા બાદ આ વર્ષે પાંચ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. કાર ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાના કારણે ગયા વર્ષે કારચાલકોને રાહત મળી હતી પરંતુ આ વર્ષથી વધારો અમલી બનાવી દેવાયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31