GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં કોરોના વેક્સિન લીધાના 12 કલાકમાં જ વ્યક્તિનું મોત, પરિવારે ડૉક્ટર પર લગાવ્યો ગંભીર આક્ષેપ

Last Updated on April 4, 2021 by

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે સમગ્ર ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 58 વર્ષના એક વ્યક્તિએ કોરોનાની રસી લીધાના 12 કલાકમાં જ તેમનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઇ ગેડિયાએ બીજી એપ્રિલના રોજ નોકરીએ જતા પહેલા કોરોનાની રસી લીધી હતી. જ્યાર બાદ તેમનું મોત થયું હતું.

મૃતકના પુત્રના જણાવ્યાં મુજબ પિતાની દોઢ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવી હતી. જ્યારે તેઓ રસી લેવા ગયા હતાં ત્યારે તેઓ બાયપાસ સર્જરીના કાગળિયા સાથે લઇને ગયા હતાં. જ્યાં ડૉક્ટરે રસી લેવામાં વાંધો નથી તેમ કહેતા રસી લેવામાં આવી હતી. જ્યાર બાદ મનસુખભાઈની તબીયત રાત્રે એકાએક લથડી હતી અને તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાની રસી માટેનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે શહેરના કોટ વિસ્તારમાં રસી લેવા માટે લોકોમાં નિરસતા જોવા મળી છે. કોટ વિસ્તારમાં રહેતા લોકોનું માનવું છે કે, રસી લેવાથી તેની આડઅસર થાય છે. જેથી આ વિસ્તારના લોકો રસી લેવાથી ડરી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકાના તંત્રની પણ ચિંતામાં વધારો થયો છે.

1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા છે. વિવિધ હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 100થી વધુ ઇમર્જન્સી કેસ દાખલ થયા છે. તો 1200 બેડની હોસ્પિટલ અડધા ઉપર ફૂલ થઇ ગઈ છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ

અમદાવાદમાં ગુડ ફ્રાઇડેના દિવસે શહેરમાં કોરોના વિસ્ફોટ થયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ઇમરજન્સીમાં 135 દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 688 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે. જે પૈકી 631 દર્દીઓ બારસો બેડની કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે કે કિડની હોસ્પિટલમાં 50 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના વધતા સંક્રમણને લેતા સિવિલમાં બેડની સંખ્યા વધારીને 1 હજાર 89 કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્સર વિભાગને પણ બેડ વધારવા માટે સૂચના આપવામાં આવી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33