GSTV
Gujarat Government Advertisement

અમદાવાદ/ શહેરમાં એક સાથે 300 ઇ-બસ દોડાવવાના તંત્રના દાવા પોકળ, હાલમાં માત્ર આટલી જ બસો

Last Updated on March 14, 2021 by

અમદાવાદ શહેરના નવાં નાણાંકીય વર્ષના ડ્રાફટ અંદાજપત્રને રજૂ કરવાની મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન અમદાવાદ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં દેશમાં પ્રથમ નંબરનું શહેર બનશે એવી જાહેરાત મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી તે દાવો પોકળ નિવડ્યો. હાલ શહેરમાં 300 ઈલેક્ટ્રિક બસના બદલે માત્ર 50 બસ જ દોડી રહી છે.

પૂર્વ મ્યુનિ. કમિશનરના કાર્યકાળમાં સબસીડી વગરની 300 બસ લેવા ટેન્ડર બહાર પડતા વિવાદ થયો હતો

અમદાવાદમાં ઈલેકટ્રીક બસ દોડતી કરી પ્રદૂષણને નિયંત્રણમાં લેવાની જાહેરાત વચ્ચે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળમાં સબસીડી વગરની 300 બસ લેવા ટેન્ડર બહાર પડતા એ સમયે ભારે વિવાદ થયો હતો. પૂર્વ AMTS ના ચેરમેને આ નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો હતો. જ્યારે કેન્દ્ર સરકાર બસ દીઠ સબસીડી આપે છે છતાં સબસીડી વગરની બસ લેવા શા માટે ટેન્ડર બહાર પડાયું એમ કહી વિરોધ કર્યો હતો. બાદમાં સબસીડીવાળી 300 ઈ-બસ ખરીદવા ટેન્ડર બહાર પડાયું હતું.

300 ઈલેકટ્રીક બસો પૈકી 50 બસો જ શહેરમાં શરૂ કરી શકાઈ

આ તરફ વર્ષ-2019-20ના અંદાજપત્રમાં ડિસેમ્બર-2019 સુધીમાં ચીફ મીનિસ્ટર અર્બન બસ સર્વિસ પ્રોજેકટ હેઠળ 300 ઈલેકટ્રીક બસ અમદાવાદમાં દોડતી થઈ જશે એમ કહેવામાં આવ્યું હતું. જે પૈકી 50 બસ શરૂ કરી શકાઈ છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી સમયમાં 60 ઈલેકટ્રીક બસ તાતા અને 90 જીબીએસ નામની કંપની પાસેથી એમ કુલ મળીને 150 બસની ડીલીવરી મળે એવી સંભાવના છે. અમદાવાદમાં હાલ AMTS ની 700 અને BRTS ની 254 બસો મળી કુલ 954 બસો રોડ પર દોડી રહી છે.

કોરોનાકાળ બાદ મર્યાદાના કારણે હજુ સુધી આ બંને સર્વિસને પૂરતી સંખ્યામાં પેસેન્જરો મળતા નથી કે આવક પણ અગાઉની જેમ થતી નથી. આ પરિસ્થિતિમાં 300 ઈલેકટ્રીક બસની જાહેરાત સામે હાલની 50 બસ ઓનરોડ મુકી શકાઈ છે. અમદાવાદ શહેરના મંજૂર કરવામાં આવતા બજેટમાં મંજૂર કરવામાં આવતી દરખાસ્તો પૈકી મોટા ભાગની દરખાસ્તો સમયસર પૂર્ણ થતી જ નથી. આ ઈલેકટ્રીક બસો એનું વધુ એક ઉદાહરણ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33