GSTV
Gujarat Government Advertisement

કોરોના બન્યો કાળ/ ગર્ભવતી મહિલા સહિત રાજ્યના 3 ટોપ લેવલના અધિકારીઓના મોત, રાજ્યમાં હાહાકાર

Last Updated on March 30, 2021 by

ગુજરાતમાં કોરોના સંક્રમણનો કહેર એટલો બધો વધી ગયો છે કે કોરોનાએ રાજકારણથી લઇને બોલીવુડ જગત તેમજ રમતગમત સુધી તમામ ક્ષેત્રોમાં પગપેસારો કરી દીધો છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં સતત ચોથા દિવસે પણ કોરોનાના નવા 2220 કેસ નોંધાતા રાજ્યમાં ભયનો માહોલ ઊભો થઇ ગયો છે.

ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેનને હતો 7 મહિનાનો ગર્ભ

આ સાથે જ વધુ 10ના મોત થતા કુલ મૃત્યુઆંક પણ 4510 એ પહોંચી ગયો છે. ત્યારે તાજેતરમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ડાયરેકટર ઑફ એગ્રિકલ્ચર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન થયું છે. આ શ્વેતાબહેનને 7 મહિનાનો ગર્ભ પણ હતો. શ્વેતાબહેન પોતે લેખિકા પણ હતાં. તેઓએ દીકરીઓ માટે ‘ખીલતી કળીને વ્હાલ’ પુસ્તક પણ લખ્યું હતું. આ સિવાય સચિવાલયના સેક્શન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ.એલ.ધડુકને પણ કોરોના ભરખી ગયો છે.

May be an image of 2 people and text that says "GSTV TV IFEARLESS TRUTH કોરોના :પ્રગ્નન્ટ મહિલા અધિકારી સહિત ત્રણ અધિકારીના મોતથી હાહાકાર ડાયરેક્ટર ઓફ એગ્રિકલ્યર વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા કલાસ-ર અધિકારી શ્વેતાબહેન મહેતાનું કોરોનાથી નિધન, આ ઉપરાંત સચિવાલયના સેકશન અધિકારી કિરીટ સક્સેના અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વિભાગીય વડા એચ. એલ. ધકુકને પણ કોરોના ભરખી ગયો gstv.in"

ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલા થયા કોરોના સંક્રમિત

તાજેતરમાં જ અમદાવાદની બે મોટી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિધાનસભા ગૃહમાં પણ નેતાઓ કોરોનાના ભરડામાં આવી ગયા છે એવામાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે.બી. પારડીવાલા હાઇકોર્ટના 5 સિનિયર મોસ્ટ જજમાંના એક છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટના ૩ જજ કોરોના સંક્રમિત થયા હતાં. જેમાં જસ્ટિસ એ.સી રાવ, જસ્ટિસ આર.એમ સરીન અને જસ્ટિસ જી. આર. ઉધવાણી કોરોના સંક્રમિત થયા હતાં. જસ્ટિસ જી.આર. ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે મોત થયું હતું.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12 હજારને પાર

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે હવે મોતનો આંકડો પણ ધીરે-ધીરે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ મંગળવારના છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,88,565 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

ગુજરાતમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેસો છે તો વેન્ટીલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12,116 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે તો કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 10 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ કુલ 10 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.

IIM અને GTU માં કોરોનાએ મચાવ્યો કહેર

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે હવે શૈક્ષણિક સંસ્થાનો સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. એમાંય અમદાવાદ અને સુરતમાં તો કોરોનાના સૌથી વધારે કેસો નોંધાતા તંત્ર વધારે ચિંતાગ્રસ્ત થઇ ગયું છે. હાલમાં IIM માં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે IIM માં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 70 એ પહોંચી છે. ત્યારે હવે અમદાવાદ GTU માં પણ કોરોના બ્લાસ્ટ થયો છે.

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો

ગુજરાતમાં ફરી કોરોના વકરતા રાજ્યના 4 મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ લાદવામાં આવેલો છે. રાજ્યના મહાનગરો જેવાં કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં રાત્રિ કફર્યૂને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની તારીખનો સમય લંબાવાયો છે. તમને જણાવી દઇએ કે, મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે. નોંધનીય છે કે, રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 9થી સવારના 6 સુધી યથાવત રહેશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33