Last Updated on March 31, 2021 by
ગુજરાતમાં કોરોનાના કેસોએ તો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં આજ રોજ નોંધાયેલા નવા કેસોની વચ્ચે રાજ્યમાં વધુ નવ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે. રાજ્યમાં આજ રોજ વઘુ નવા 2360 કેસ નોંધાયા છે તો 9 લોકોમાં 3 અમદાવાદમાં, 3 સુરતમાં અને વડોદરા, ખેડા અને મહિસાગરમાં એમ કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે.
એવામાં અમદાવાદમાં કુલ 620 કેસ તો સુરતમાં 744 કેસ, વડોદરામાં 341 તો રાજકોટમાં 208 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ હોય તેવાં વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, હાલમાં અમદાવાદમાં કુલ 273 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં છે.
આજ રોજ બુધવારના દિવસે શહેરમાં AMC દ્વારા વધુ 25 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યાં છે ત્યારે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા જ કહી આપે છે કે, હજુ પણ અમદાવાદમાં કોરોનાને ધ્યાને રાખતા પરિસ્થિતિ વધુ ગંભીર છે. જો કે બીજી બાજુ તંત્ર દ્વારા 17 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોને દૂર કરવામાં આવ્યાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આખરે કયા 17 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી દૂર કરાયા તો કયા નવા 25 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ઉમેરવામાં આવ્યાં છે.
રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે આજ રોજ વધુ નવા કેસોનો આંક 2300 ને પાર થઇ ગયો છે. આજ રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.
ગુજરાતમાં હાલમાં કુલ 12,610 એક્ટિવ કેસો છે તો હાલમાં વેન્ટીલેટર પર 152 દર્દીઓ છે જ્યારે 12,458 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,90,569 છે તો કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. આજ રોજ નોંધાયેલા નવા 9 દર્દીઓના મોતમાં અમદાવાદમાં 3 અને સુરતમાં 3 અને વડોદરામાં 1 અને ખેડા અને મહીસાગરમાં પણ 1-1 દર્દીઓ એમ કુલ 9 દર્દીઓના આજે મોત નિપજ્યાં છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ
અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની હોસ્પિટલ ફૂલ થઈ શકે તેવી સિવિલ સુપ્રિટેન્ડેન્ટે ચિંતા વ્યક્ત કરી છે. અત્યારે જ સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ જેટલા કેસ દાખલ છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં 100થી 125 જેટલા ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ સિવિલમાં 123 દર્દીઓ દાખલ થયા .ત્યારે જો આગામી દિવસોમાં 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો દર્દીઓને અન્યત્ર ક્યાં રાખવા તેનો વિકલ્પ શું તે પણ તંત્ર માટે મોટો સવાલ છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31