GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં 25 લાખમાં ટીકિટ વેચાવાના આક્ષેપો થયા હતા એ વોર્ડનું જાણી લો શું આવ્યું રિઝલ્ટ, જાણી લો કેમ છે ભાજપ ગેલમાં

Last Updated on February 24, 2021 by

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ૪ બેઠકમાંથી ૩ બેઠક ભાજપે જીતી છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસના પદમાબેન બ્રહ્મભટ્ટની જીત થઇ છે. નોંધપાત્ર છેકે ગત ટર્મની ચૂંટણીમાં આ વોર્ડની તમામ ચારેય બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે કોંગ્રેસને ભારે નુકશાની વેઠવી પડી છે.

કોંગ્રેસને ભારે નુકશાની વેઠવી પડી

કોંગ્રેસે આયાતી ઉમેદવાર ભાનુભાઇ કોઠિયાને ટિકિટ આપતા સ્થાનિક વોર્ડ પ્રમુખ, મુખ્ય હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થયા હતા. બીજી તરફ કોંગ્રેસના મહિલા કાર્યકર્તા સોનલબેન પટેલની ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાંખતા કોંગ્રેસમાં જ ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે ૨૫ લાખ રૂપિયામાં ટિકિટ વેચી દીધી હોવાનો આક્ષેપ કરીને અને એક મહિલાના અપમાનના મૃદ્દે સોનલબેને કોંગ્રેસ વિરૂદ્ધ પ્રચાર કર્યો હતો. આથી આ વોર્ડમાં કોંગ્રેસનું વાતાવરણ બગડયું હતું. સોનલબેન ૧૦૦થી વધુ મહિલાઓ સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા.

કોંગ્રેસે ૨૫ લાખ રૂપિયામાં ટિકિટ વેચી દીધી હોવાનો આક્ષેપ

બીજી તરફ બાંધકામના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા નાના-મોટા વેપારીઓને હેરાન કરીને પૈસા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે કોંગ્રેસે જનાધાર ગુમાવ્યો હતો. આ વોર્ડમાં આમ આદમી પાર્ટીને ૫,૦૨૪ મત મળ્યા હતા. કોંગ્રેસના પદમાબેન બ્રહ્મભટ્ટને ૧૧,૨૮૭ મત મળ્યા હતા. સૌથી વધુ મત ભાજપના ભરત કાકડિયાને ૧૪,૩૦૬ મળ્યા હતા. નોટામાં ૪૨૩ મત પડયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33